સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં દાદી કી શાદી જોઈને આમિર ખાને ફિલ્મ વિશે આવો રિવ્યુ આપ્યો, આ ફિલ્મ રિશી કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાની ઍક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે.
રિદ્ધિમાએ તો રણબીર કપૂરથી પણ વધુ સારું કામ કર્યું છે
આજે રિલીઝ થયેલી ‘દાદી કી શાદી’માં કપિલ શર્મા, નીતુ કપૂર, સાદિયા ખાતીબ અને રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. બુધવારે આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમિર ખાન પણ હાજર હતો. આ ફિલ્મ રિશી કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાની ઍક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે.
આ ફિલ્મ જોયા બાદ આમિરે ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં આમિરે ફિલ્મ તથા રિદ્ધિમાની ઍક્ટિંગનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘આ રિદ્ધિમાની પહેલી ફિલ્મ છે. તેણે ખૂબ સરસ કામ કર્યું છે. તેણે તો તેના ભાઈ રણબીર કપૂરથી પણ સારું કામ કર્યું છે. મને ફિલ્મ ખૂબ ગમી છે. સમગ્ર ટીમને મારી શુભેચ્છાઓ. બધાએ બહુ સરસ કામ કર્યું છે.’
