Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનની સિતારે ઝમીન પર હવે જપાનમાં થશે રિલીઝ

આમિર ખાનની સિતારે ઝમીન પર હવે જપાનમાં થશે રિલીઝ

Published : 29 September, 2026 11:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ હવે જપાનમાં રિલીઝ થશે. ગીક પિક્ચર્સે ફિલ્મને જપાનમાં ‘સિતારે! ધ મિરૅકલ ટીમ ઑફ સ્ટારડસ્ટ’ નામે રજૂ કરવાની જાહેરાત કરી છે. લગભગ ૮ વર્ષ બાદ આમિરની ફિલ્મ જપાની થિયેટરોમાં પહોંચશે.

સિતારે ઝમીન પર

સિતારે ઝમીન પર


‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ બાદ હવે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ પણ જપાનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૨૦૨૫ની ૨૦ જૂને ભારત સહિત અનેક દેશોમાં રજૂ થઈ હતી અને હવે લગભગ બે વર્ષ બાદ એટલે કે આવતા વર્ષના માર્ચના અંતમાં જપાનનાં થિયેટરોમાં પ્રદર્શિત થશે. લગભગ ૮ વર્ષ પછી આમિર ખાનની કોઈ ફિલ્મ જપાની થિયેટરોમાં પહોંચશે.
જપાનની ડિસ્ટ્રિબ્યુશન કંપની ગીક પિક્ચર્સે  ‘સિતારે ઝમીન પર’ ફિલ્મની જપાન રિલીઝની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે જ જણાવવામાં આવ્યું કે ફિલ્મને જપાનમાં ‘સિતારે! ધ મિરૅકલ ટીમ ઑફ સ્ટારડસ્ટ’ નામથી રજૂ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK