કપલની નજીકના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે તેમનું છૂટાં પડવાનું નક્કી જ છે, બસ ઑફિશ્યલ જાહેરાત કરવાની બાકી છે
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી
છેલ્લા થોડા વખતથી સતત ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રીનાં લગ્ન તૂટી રહ્યાં છે એવી અફવા છે. યુઝીએ ધનશ્રી સાથેના પોતાના બધા ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરી નાખ્યા છે. જોકે ધનશ્રીએ હજી એક પણ ફોટો ડિલીટ કર્યો નથી, પણ બન્નેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કર્યાં છે એટલે આ અફવા હવે હકીકત બનશે એવું ચાહકોને લાગી રહ્યું છે.
કપલની નજીકના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે તેમનું છૂટાં પડવાનું નક્કી જ છે, બસ ઑફિશ્યલ જાહેરાત કરવાની બાકી છે. તેઓ છૂટાં પડવાનાં કારણો વિશે કોઈ માહિતી નથી. હજી સુધી ધનશ્રી કે યુઝવેન્દ્ર ચહલ તરફથી પબ્લિકમાં આ અફવા વિશે કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી.