° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


લગ્નના ૧૮ વર્ષ બાદ છૂટા પડવાનો અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનો નિર્ણય

18 January, 2022 08:37 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કપલે સોમવારે મોડી રાત્રે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી માહિતી, સમાચારથી ફેન્સ દુઃખી

ધનુષ અને ઐશ્વર્યા (ફાઇલ તસવીર : પલ્લવ પાલીવાલ)

ધનુષ અને ઐશ્વર્યા (ફાઇલ તસવીર : પલ્લવ પાલીવાલ)

છેલ્લા ઘણા સમયથી બૉલિવૂડ કપલ્સના છૂટાછેડા અને બ્રેકઅપના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે એન્ટરટેઇનમેન્ટ જગતમાંથી વધુ એક કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તામિળ અભિનેતા ધનુષ (Dhanush) અને પત્ની ઐશ્વર્યા રજનીકાંત (Aishwaryaa Rajinikanth)એ લગ્નના ૧૮ વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત કપલે સોમવારે મોડી રાત્રે પોત-પોતાના સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.

ધનુષે શૅર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે ૧૮ વર્ષ સાથે રહ્યાં. આટલા વર્ષોથી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાના વેલ-વિશર્સ રહ્યાં. આ સફર આગળ વધવાની, સમજવાની, એડજસ્ટ થવાની અને એકબીજા સાથે સુમેળમાં રહેવાની છે. આજે અમે એ જગ્યાએ ઉભા છીએ જ્યાંથી અમારા રસ્તાઓ અલગ પડે છે. ઐશ્વર્યા અને મે એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે અને અમારા સારા માટે અમે પોતાને સમજવા માંગીએ છીએ, જાતને સમજવા માટે એકલા સમય આપવા માંગીએ છીએ. પ્લીઝ, અમારા નિર્ણયનો આદર કરો અને તેની સાથે ડીલ કરવા માટે અમને જરૂરી પ્રાઇવસી આપો. ઓમ નમઃ શિવાય. - ધનુષ.’

આ સેમ નોટ ઐશ્વર્યા રજનીકાંતે પણ શૅર કરી છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘કોઇ કૅપ્શનની જરુર નથી. ફક્ત તમારી સમજણ અને પ્રેમની જરુર છે.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા. ૧૮ નવેમ્બરના રોજ બન્નેના ધામધૂમથી લગ્ન થયા હતા. તેઓને બે દીકરા છે, યાત્રા રાજા અને લિંગા રાજા.

તમને જણાવી દઇએ કે, સુપરસ્ટાર રજનીકાંતની બે દીકરીઓ છે. ઐશ્વર્યા અને સૌંદર્યા. આ પહેલા સુપરસ્ટારની બીજી દીકરી સૌંદર્યા અને બિઝનેસમેન પતિ અશ્ચિનના વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા થયા હતા. હવે આજે બીજી દીકરીના પણ છૂટાછેડા થઇ રહ્યાં છે.

18 January, 2022 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

એક ફ્રેમ બે લેજન્ડ

એ. આર. રહમાને હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેમને કમલ હાસન પણ મળ્યા હતા.

19 May, 2022 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કાનમાં હાજરી આપનાર પહેલો ફોક સિંગર બન્યો મામે ખાન

રાજસ્થાની ફોક સિંગર મામે ખાન પહેલો ફોક સિંગર છે જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપી હોય.

19 May, 2022 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સારા-સારા સિનેમાનું ડેસ્ટિનેશન છે કાન ફિલ્મ ફેસ્ટિવલ : અદિતિ રાવ હૈદરી

૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર અદિતિ પોતાનો ડેબ્યુ કરી રહી છે.

19 May, 2022 09:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK