Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જિતેન્દ્રએ ૮૫૫ કરોડ રૂપિયામાં વેચ્યો અંધેરીનો પ્લૉટ

જિતેન્દ્રએ ૮૫૫ કરોડ રૂપિયામાં વેચ્યો અંધેરીનો પ્લૉટ

Published : 06 June, 2025 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડીલમાં જે જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે એમાં એકબીજાને અડીને આવેલા બે પ્લૉટનો સમાવેશ છે

જિતેન્દ્ર

જિતેન્દ્ર


જિતેન્દ્ર અને તેમના પરિવારે અંધેરીમાં ૮૫૫ કરોડ રૂપિયામાં જમીનનો એક પ્લૉટ વેચ્યો છે. એ જમીન એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઍન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ખરીદી હતી. આ કંપની પહેલાં નેટમૅજિક આઇટી સર્વિસિસ તરીકે ઓળખાતી હતી. આ સોદો સત્તાવાર રીતે ૨૦૨૫ની ૨૯ મેના દિવસે રજિસ્ટર્ડ થયો હતો. ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે આ જમીન કપૂર-પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓ પૅન્થિઓન બિલ્ડકૉન પ્રાઇવેટ લિમિટેડ અને તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેચવામાં આવી છે.


આ ડીલમાં જે જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે એમાં એકબીજાને અડીને આવેલા બે પ્લૉટનો સમાવેશ છે જે સંયુક્ત રીતે કુલ ૯૬૬૪.૬૮ સ્ક્વેર મીટરના વિસ્તારને આવરી લે છે. હાલમાં આ સ્થળે બાલાજી આઇટી પાર્ક છે જેમાં ત્રણ ઇમારત છે અને એનો કુલ બિલ્ટઅપ એરિયા ૪.૯૦ લાખ સ્ક્વેર ફીટ છે.



મિલકતના દસ્તાવેજ અનુસાર આ ટ્રાન્ઝૅક્શન માટે ૮.૬૯ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવાઈ છે. જિતેન્દ્ર અને તેમની ટીમે આ બિગ ડીલ પર હજી સુધી કોઈ ઑફિશ્યલ નિવેદન નથી આપ્યું.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK