° °

આજનું ઇ-પેપર
Tuesday, 04 October, 2022


ભારતના પ્રથમ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટની મુલાકાત લઈને ધન્યતા અનુભવી મોહનલાલે

08 August, 2022 05:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇએસી વિક્રાન્તના નામના આ ઍરક્રાફ્ટના બાંધકામની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એ કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું

સુપરસ્ટાર મોહનલાલ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટ કૅરિયરની મુલાકાતે

સુપરસ્ટાર મોહનલાલ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટ કૅરિયરની મુલાકાતે

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે તાજેતરમાં ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટ કૅરિયરની મુલાકાત લઈને ખુશી અનુભવી હતી. આઇએસી વિક્રાન્તના નામના આ ઍરક્રાફ્ટના બાંધકામની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એ કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું. એ ઍરક્રાફ્ટની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહનલાલે કૅપ્શન આપી હતી, ‘ભારતના પ્રથમ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટ કૅરિયર (આઇએસી)ની મુલાકાત લઈને સન્માન અનુભવી રહ્યો છું. આ વિક્રાન્તને કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું છે અને એ ૧૩ વર્ષની સખત મહેનત બાદ બન્યું છે. શ્રેષ્ઠ દરજ્જાનું એમાં કામ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાને એ વધુ મજબૂતી પ્રદાન કરશે અને ભારતીય બાંધકામની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરશે. આ અતુલનીય તક માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને કમાન્ડિંગ ઑફિસર, કોમોડોર વિદ્યાધર હરકે, વીએસએમ અને કોચિન શિપયાર્ડ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મિસ્ટર મધુ નાયરે જે સન્માન આપ્યું એ બદલ તેમનો આભાર. તેમની અજોડ કામગીરી જોવાની મને તક મળી. આઇએસી વિક્રાન્તમાં યોગદાન આપનાર તમામને દિલથી સલામી કરવાનું મન થઈ આવ્યું. એ અદ્ભુત છે. આશા છે કે એ દરિયામાં પણ હંમેશાં વિજેતા રહે.’

08 August, 2022 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Adipurush: ફિલ્મનું ટીઝર જોઈને ગુસ્સે થયા લોકો, છેડાયો વિવાદ

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત `આદિપુરુષ`ની વાર્તા પૌરાણિક કથા `રામાયણ` પર આધારિત છે

03 October, 2022 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ગુડબાય’થી ફિલ્મમાં ડેબ્યૂ કરશે અભિષેક ખાન

અમિતાભ અને રશ્મિકા સ્ટારર આ ફિલ્મ ૭ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે

03 October, 2022 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

દર્શકોની પસંદગી પર ખરા ન ઊતરીએ તો અમે તમાચાને લાયક રહીશું : હૃતિક

ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે દર્શકોની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે

03 October, 2022 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK