અનન્યા પાંડેની ઇમેજ ગ્લૅમરસ ઍક્ટ્રેસની છે પણ હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર ભગવાન શિવની તસવીર શૅર કરીને પોતાની આધ્યાત્મિક બાજુનો લોકોને પરિચય કરાવ્યો છે.
અનન્યા પાંડેની શિવભક્તિ
અનન્યા પાંડેની ઇમેજ ગ્લૅમરસ ઍક્ટ્રેસની છે પણ હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર ભગવાન શિવની તસવીર શૅર કરીને પોતાની આધ્યાત્મિક બાજુનો લોકોને પરિચય કરાવ્યો છે. અનન્યાએ જે તસવીર શૅર કરી છે એમાં તેણે સિમ્પલ ફ્લોરલ પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો છે અને તે શિવલિંગ પાસે બેસીને કૅમેરા તરફ જોઈને સ્માઇલ કરી રહી છે. એ સિવાય અનન્યાએ ભગવાન ગણેશની મૂર્તિની તસવીર પણ શૅર કરી છે જેમાં તેણે ફોટોની કૅપ્શનમાં હાર્ટ અને ત્રિશૂળ ઇમોજી મૂક્યાં છે.


