નીના કુલકર્ણીના મૃત્યુની અફવા ગઈ કાલે ફેલાઈ હતી
નીના કુલકર્ણી
અનેક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં તથા ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સિરિયલોમાં જોવા મળેલાં નીના કુલકર્ણીના મૃત્યુની અફવા ગઈ કાલે ફેલાઈ હતી, જેનું ખંડન તેમણે પોતે જ ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું. પોતાના મૃત્યુની વાતને ખોટી ગણાવતાં નીના કુલકર્ણીએ લખ્યું હતું, ‘યુટ્યુબ પર મારા મૃત્યુના ફેક ન્યુઝ ફરી રહ્યા છે. હું જીવતી છું અને ભગવાનની દયાથી કામમાં વ્યસ્ત છું. પ્લીઝ, આવી અફવા પર ધ્યાન ન આપતા અને એને પ્રોત્સાહિત ન કરતા. હું ઘણું જીવું.’