અભિનેતા સયાજી શિંદેએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. “તપોવનમાં વૃક્ષો કાપવા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, મને નાશિકથી ફોન આવી રહ્યા છે. જો તેઓ એક વૃક્ષ કાપશે, તો અમે 100 પણ મરવા તૈયાર છીએ, વૃક્ષ તમે ફક્ત તોડી બતાવો," એમ અભિનેતાએ કહ્યું.
અભિનેતા સયાજી શિંદે (તસવીર: X)
અનેક હિટ બૉલિવૂડ, મરાઠી અને સાઉથની ફિલ્મોમાં પોતાના પાત્રો, ખાસ કરીને વિલનના રોલ માટે જાણીતા અભિનેતા સયાજી શિંદે હવે મહારાષ્ટ્ર સરકારના કુંભ મેળા માટે હજારો વૃક્ષો તોડવાના નિર્ણય સામે કડક વલણ આપનાવ્યું છે. અભિનેતાએ સરકારને આ આદેશ રદ કરવા ચેતવણી આપી છે. સયાજી શિંદે એક અભિનેતા હોવાની સાથે વૃક્ષ સંરક્ષણમાં પણ તેમના મોટા યોગદાન માટે જાણીતા છે. તેમણે મહારાષ્ટ્રમાં મોટા વૃક્ષો બચાવવા માટે એક ચળવળ શરૂ કરી છે, જેના માટે તેમણે સહ્યાદ્રી દેવરાઈ નામની એક સામાજિક સંસ્થા પણ સ્થાપી છે. દરમિયાન, નાશિકમાં કુંભ મેળાની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. જોકે, આ કુંભ મેળાની તૈયારી માટે નાશિકના તપોવન વિસ્તારમાં કેટલાક વૃક્ષો કાપવામાં આવવાના નિર્ણયથી નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ગુસ્સો છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.
નાશિકમાં પર્યાવરણપ્રેમીઓમાં દ્વારા આ વૃક્ષ કાપવાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિકાસ થવો જોઈએ પણ વૃક્ષો કાપ્યા વિના, વૃક્ષ સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે, એમ પર્યાવરણપ્રેમીઓની માગણી છે. આ વિવાદ હવે ખૂબ ચર્ચામાં આવ્યો છે જેના અંગે પ્રતિક્રિયા આપતા અભિનેતા સયાજી શિંદેએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. “તપોવનમાં વૃક્ષો કાપવા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, મને નાશિકથી ફોન આવી રહ્યા છે. જો તેઓ એક વૃક્ષ કાપશે, તો અમે 100 પણ મરવા તૈયાર છીએ, વૃક્ષ તમે ફક્ત તોડી બતાવો...” એવી સયાજી શિંદેએ હવે સરકારને સીધી ચેતવણી આપી છે.
ADVERTISEMENT
સયાજી શિંદેએ શું કહ્યું?
“મને નાશિકથી ફોન આવી રહ્યા છે, હું ત્યાં જઈ શકતો નથી, પરંતુ લાખો વનપ્રેમીઓ છે જે આવા વૃક્ષો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને જો આ પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે, તો હું તેને સંપૂર્ણ સમર્થન આપું છું. તપોવનમાં વૃક્ષો કાપવાનો મુદ્દો ગમે તે હોય, હું ત્યાંના વનપ્રેમીઓને સંપૂર્ણ સમર્થન આપું છું. નેતા ગિરીશ મહાજન કહે છે કે જો અમે એક વૃક્ષ કાપીશું, તો તેના બદલે અમે દસ વૃક્ષો વાવીશું. શું મજાક કરી રહ્યા છો? તમે અત્યાર સુધી કયા હાઇવે પર કેટલા વૃક્ષો વાવ્યા છે?” સયાજી શિંદેએ આ વખતે પણ આવો સીધો પ્રશ્ન પૂછ્યો છે, અને શિંદેએ સીધી ચેતવણી પણ આપી છે કે જો એક વૃક્ષ કાપવામાં આવે, તો આપણે સો લોકો મરવા માટે તૈયાર છીએ, વૃક્ષ કાપીને બતાવો પછી જે નાગરિકો તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયા જોવા મળશે. તેથી હવે આ મામલો ખૂબ ગરમાવાની શક્યતા છે.
તપોવન જંગલ એ નાશિકના ગ્રીન લંગ્સ છે. અહીંના દરેક વૃક્ષો, પક્ષી, પાણીનો સ્ત્રોત અને માટીનો દરેક કણ શહેરના તાપમાન સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આ વૃક્ષ કાપ ખરેખર જાહેર હિત માટે કરવામાં આવી હતી કે પછી કેટલાક કેટલાક લોકોના સ્વાર્થી હિતોને ફાયદો પહોંચાડવા આ થઈ રહ્યું છે?


