Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Smriti Mandhana’s Wedding: પિતાને હાર્ટ-અટૅક આવ્યા બાદ હવે સ્મૃતિ માન્ધનાના મંગેતર પલાશની તબિયત પણ લથડી

Smriti Mandhana’s Wedding: પિતાને હાર્ટ-અટૅક આવ્યા બાદ હવે સ્મૃતિ માન્ધનાના મંગેતર પલાશની તબિયત પણ લથડી

Published : 24 November, 2025 12:15 PM | IST | Sangli
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Smriti Mandhana’s Wedding: પલાશ મુચ્છલને વાયરલ અને અચાનક એસિડિટીનો પ્રોબ્લેમ થવા લાગ્યો હતો. હેલ્થ બગડતાં જ પલાશને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પલાશની હેલ્થ પ્રોબ્લેમ બહુ ગંભીર નથી.

સ્મૃતિ અને પલાશ

સ્મૃતિ અને પલાશ


ઇન્ડિયન વિમેન્સ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારથી ચમકેલી સ્મૃતિ માન્ધનાનાં લગ્ન મ્યુઝીક ક્મ્પોઝર પલાશ મુચ્છલ સાથે નક્કી (Smriti Mandhana’s Wedding) થયાં છે. એકબાજુ આ બન્નેના હાઈપ્રોફાઈલ મેરેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું ત્યાં જ સમાચાર મળ્યા હતા કે સ્મૃતિના પિતાની તબિયત એકએક લથડી છે. અને પિતાની હેલ્થ બગડતાં સ્મૃતિ-પલાશનાં લગ્ન મુલતવી રખાયાં હતાં. જોકે, હવે સમાચાર મળી રહ્યા છે કે પલાશ મુચ્છલની તબિયત પણ બગડી છે. પલાશ મુચ્છલને વાયરલને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર સ્મૃતિનાના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તાબડતોબ એમ્બ્યુલન્સને લગ્ન સ્થળ પર મોકલવામાં આવી હતી અને સ્મૃતિના પિતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. લગ્નપ્રસંગમાં અચાનક આવી ચડેલી હેલ્થ પ્રોબ્લેમને કારણે લગ્નવિધિઓ બંધ રાખવી પડી હતી કારણ કે સ્મૃતિએ પોતાના પિતાની આવી હાલત હોઈ લગ્નવિધિઓ ચાલુ રાખવાની ના પડી હતી. પણ હવે તો સ્મૃતિના જેની સાથે લગ્ન (Smriti Mandhana’s Wedding) લેવાયા છે તે પલાશ મુચ્છલની તબિયત પણ એકએક લથડી પડી છે. અને તેને હોસ્પિટલમાં લઇ જવાયો છે. પલાશ મુચ્છલને વાયરલ ચેપ લ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમુક રીપોર્ટસ એવું પણ કહી રહ્યા છે કે પલાશને અચાનક એસિડિટીનો પ્રોબ્લેમ થવા લાગ્યો હતો. હેલ્થ બગડતાં જ પલાશને હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.



Smriti Mandhana’s Wedding: હેલ્થ અપડેટ શેર કરતાં તેની માતા અમિતા મુચ્છલે જણાવ્યું છે કે પલાશ મુંબઈ રીટર્ન થઇ ગયો છે. અને આરામ જ કરી રહ્યો છે જેથી તેની હેલ્થ નોર્મલ થાય. તે ઘણો ટેન્શનમાં પણ છે કદાચ એના જ કારણે તેની હેલ્થ પર અસર થઇ છે. આમ, પલાશની હેલ્થ પ્રોબ્લેમ બહુ ગંભીર નથી. સારવાર લઈને તરત જ તેને રજા પણ આપી દેવી છે. તે જ સાંજે હોટલમાં તે રીટર્ન પણ થઇ ગયો હતો.


સ્મૃતિ માન્ધનાના ફેમીલી ડોકટરે જણાવ્યું હતું કે સ્મૃતિના પિતાની હેલ્થ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે કાર્ડિયાક એન્ઝાઇમ્સનું પ્રમાણ વધ્યું છે. તેથી હાલ તેઓને નિરીક્ષણ હેઠળ મુકાયા છે. બ્લડ પ્રેશર પણ હાઈ હોવાથી તેને નીચું લાવવાના પ્રયાસો ડોક્ટર્સ કરી રહ્યા છે. ડોકટરોનો ટીમ તેમની દેખરેખમાં છે. જો તેમની હેલ્થ વધુ લથડે તો એન્જીયોગ્રાફી કરવી પડશે એમ ડોક્ટર્સ કહે છે. તેમની હેલ્થમાં સુધારો જણાશે તો આજ-કાલમાં જ તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ મળી જશે.

આમ, જેની બહુ જ ચર્ચા થઇ રહી હતી એવા કપલનાં લગ્ન પારિવારિક હેલ્થ પ્રોબ્લેમને કારણે મુલતવી રહ્યા છે. બધું થાળે પડતાં જ લગ્નવિધિઓ (Smriti Mandhana’s Wedding) યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2025 12:15 PM IST | Sangli | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK