Mumbai Traffic: કોંક્રિટીકરણના કામને લીધે આ રોડનો અડધો ભાગ ખોદવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીએ રવિવારે જણાવ્યું હતું કે માત્ર છ મીટરનો ભાગ ટ્રાફિક માટે ઓપન રહેશે.
આ રોડ પર કામ ચાલી રહ્યું છે (ફાઈલ તસવીર)
મુંબઈમાં હાલ રસ્તાઓનું કોંક્રિટીકરણ થઇ રહ્યું છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે ટ્રાફિક પોલીસે (Mumbai Traffic) સાતમી ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી વર્લીમાં આવેલો શંકરરાવ નરામ પથને કામચલાઉ ધોરણે વન-વે રૂટ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે રવિવારે જાહેરાત કરી છે કે કોંક્રિટીકરણના કામને કારણે વર્લીમાં આવેલો શંકરરાવ નરામ પથ સાતમી ડિસેમ્બર સુધી વન-વે રોડ તરીકે વાપરી શકાશે. આમ તો આ રોડ દ્વિમાર્ગી અને બાર મીટર પહોળો છે. પરંતુ કોંક્રિટીકરણના કામને લીધે આ રોડનો અડધો ભાગ ખોદવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીએ રવિવારે જણાવ્યું હતું કે માત્ર છ મીટરનો ભાગ ટ્રાફિક માટે ઓપન રહેશે. જેના કારણે અવરજવરમાં થોડીક અગવડતા પડી શકે છે.
ટ્રાફિક પોલીસે (Mumbai Traffic) જણાવ્યું હતું કે પ્રવાસીઓની ભીડ ન થાય અને અને ટ્રાફિક જૅમની સમસ્યા ન થાય તે માટે રોડ ગણપતરાવ કદમ માર્ગથી પાંડુરંગ બુધકર માર્ગ સુધી વન-વે કરાયો છે. આ નિર્ણય અનુસાર ૨૩ નવેમ્બરની મધ્યરાત્રિથી સાતમી ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી દિવસના ચોવીસ કલાક આ રોડ વન-વે રહેશે. મુંબઈના હેડક્વાર્ટર અને સેન્ટ્રલ ટ્રાફિકનાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડૉ. દીપાલી ધાટેએ મોટર વાહન અધિનિયમ હેઠળ આ જાહેરનામું રજૂ કર્યું હતું. જોકે, કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓની યાદી પણ શેર કરી છે.
ADVERTISEMENT
વૈકલ્પિક માર્ગોની યાદી આ રહી
લોઅર પરેલ અને કરી રોડ તરફ ટ્રાફિકવ્યવસ્થા જાળવવા નીચેના ડાયવર્ઝન કરાશે:
૧. ડૉ. એની બેસન્ટ રોડથી ટ્રાફિક માટેઃ પાંડુરંગ બુધકર માર્ગ, કુર્ને ચોક, ગોપાલનગર જંક્શન, દીપક ટૉકીઝ સિગ્નલ, ડાબેથી એન. એમ. જોશી રોડ, ધનમિલ નાકા, જમણેથી એસ. એલ. મટકર માર્ગ, સેનાપતિ બાપટ રોડ.
૨. પોદાર જંક્શન- વર્લી નાકા, ડાબેથી ગણપતરાવ કદમ માર્ગ.
કોસ્ટલ રોડ/સી લિંકથી ટ્રાફિકવ્યવસ્થા (Mumbai Traffic) જાળવવા માટે:
૧. બિંદુ માધવ જંક્શન- પોદાર જંક્શન, વરલી નાકાની જમણી બાજુ, ગણપતરાવ કદમ માર્ગની ડાબી બાજુ.
ટ્રાફિક વિભાગે (Mumbai Traffic) તમામ વાહનચાલકોને આ ડાયવર્ઝનનું પાલન કરવા તેમ જ જ્યાં કામ ચાલી રહ્યું છે તે માર્ગ પર કાળજીપૂર્વક વાહન ચલાવવા જણાવ્યું છે. દરમિયાન રવિવારે નેવી હાફ મેરેથોનને ધ્યાનમાં રાખીને મુંબઈભરના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક સુગમ કરવા અનેક બસના રૂટ્સને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. મહર્ષિ કર્વે રોડ અને કર્મવીર ભાઉરાવ પાટિલ રોડ પણ સવારે છ વાગ્યાથી બંધ રહ્યા હતા, જેમાં સી10, 25, 45, 6, 14 અને 138 બસ-રૂટને શાહિદ ભગતસિંહ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો તેમ જ 134 બસ-રૂટને મોહમ્મદ અલી રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.


