Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટ્રેસ ડેઇઝી શાહે મન થાય ત્યારે મમ્મી બનવા માટે કરાવી લીધાં એગ્સ ફ્રીઝ

ઍક્ટ્રેસ ડેઇઝી શાહે મન થાય ત્યારે મમ્મી બનવા માટે કરાવી લીધાં એગ્સ ફ્રીઝ

Published : 28 February, 2026 01:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાન્સરમાંથી ઍક્ટ્રેસ બનેલી ડેઇઝી શાહે માતૃત્વ માટે લગ્નની રાહ ન જોવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

ડેઇઝી શાહ

ડેઇઝી શાહ


ડાન્સરમાંથી ઍક્ટ્રેસ બનેલી ડેઇઝી શાહે માતૃત્વ માટે લગ્નની રાહ ન જોવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. ૪૧ વર્ષની ડેઇઝીએ ખુલાસો કર્યો છે કે મેં મેરાં એગ્સ ફ્રીઝ કરાવી લીધાં છે અને હું જ્યારે ઇચ્છું ત્યારે મમ્મી બની શકું છું. પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં ડેઇઝીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘લગ્ન વિશે મારા મનમાં કોઈ અલગ વિચાર નથી. મેં બધું ભગવાન પર છોડી દીધું છે. પરિવાર બનાવવા માટે લગ્ન જરૂરી છે એવું મને લાગતું નથી. મેં મારાં એગ્સ ફ્રીઝ કરાવ્યાં છે, જેથી હું જ્યારે ઇચ્છું ત્યારે મારું બાળક મેળવી શકું છું.’

ડેઇઝીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું જીવનના એક સંતોષકારક પડાવ પર છું, કારણ કે મેં જે ઇચ્છ્યું હતું એ બધું હાંસલ કર્યું છે. મારું ઘર ખરીદવાનું સપનું હતું જે પૂર્ણ થયું છે. હું મારા પરિવારને સારું જીવન આવા માગતી હતી એ મારી એ ઇચ્છા પણ પૂર્ણ થઈ છે. મને બે ડૉગ જોઈતા હતા અને એ આજે મારી પાસે છે. આમ હાલમાં હું ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK