‘ધ કેરલા સ્ટોરી’ની સફળતા પછી એની લીડ ઍક્ટ્રેસ અદા શર્માને બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ગદર’ના નિર્માતાઓએ પોતાની આગામી ફિલ્મમાં સાઇન કરી હોવાની ચર્ચા છે
અદા શર્મા
‘ધ કેરલા સ્ટોરી’ની સફળતા પછી એની લીડ ઍક્ટ્રેસ અદા શર્માને બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ગદર’ના નિર્માતાઓએ પોતાની આગામી ફિલ્મમાં સાઇન કરી હોવાની ચર્ચા છે. આ નવા પ્રોજેક્ટ વિશે વધુ વિગતો હજી જાણવા નથી મળી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ ‘ગદર’ ફ્રૅન્ચાઇઝનો ભાગ નથી, બલકે એક નવો પ્રોજેક્ટ હશે.
આ ફિલ્મનું ડિરેક્શન અનિલ શર્મા દ્વારા કરવામાં આવશે અને એને ઝી સ્ટુડિયો અને અનિલ શર્મા પ્રોડક્શન્સ મળીને પ્રોડ્યુસ કરશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે નિર્માતાઓ એક નવી અને શક્તિશાળી મહિલા લીડની શોધમાં હતા. અદા શર્માના ‘ધ કેરલા સ્ટોરી’ અને ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’ જેવી ફિલ્મોના અભિનયથી પ્રભાવિત થઈને નિર્માતાઓએ તેમની આ પ્રોજેક્ટ માટે પસંદગી કરી છે.

