ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
આજે વાસ્તુ વાઇબ્ઝના પહેલા લેખમાં આપણે કૉન્શિયસ વાસ્તુની વાત કરવાના છીએ તે મૂળ છે શું. કૉન્શિયસ વાસ્તુ- એ વાસ્તુથી અલગ એક એવો દ્રષ્ટિકોણ છે જેનો ઉદ્દેશ આ પ્રાચીન રીતને તો સાથે રાખવી જ પણ આ સાથે એક વધુ સરળ માધ્યમનો ઉપયોગ કરવો. આ એક એવી રીત છે જે સામાન્ય ભ્રમ, શંકા-કુશંકા અને સૂચનોને પડકારે છે અને યૂઝર માટે એક અનુકૂળ દ્રષ્ટિકોણ રજૂ કરે છે જે સ્પષ્ટતા અને તેની પ્રેક્ટિકાલિટી એટલે કે વ્યવહારિકતા પર વધારે ધ્યાન આપે છે.
સ્થાનને અલગ રીતે સમજવાનો કરીએ પ્રયાસ
આજે, વાસ્તુ અને ફેંગશુઈ જેવા શબ્દો નવા નથી રહ્યા. આ ગૂઢ શાસ્ત્ર એક સમયે મર્યાદિત લોકો જ વાપરતા તે હવે આજે લોકો સુધી સરળતાથી પહોંચતું થયું છે. જેનો શ્રેય વેબિનાર, અને સોશિયલ મીડિયા તેમ જ મોબાઈલ એપ્સને જાય છે.
હવે આ શાસ્ત્ર કે તેનું જ્ઞાન લોકોની પહોંચથી બહાર નથી રહ્યું. આ એક વહેવારું સાધન છે જે લોકોને રોજિંદી જિંદગીમાં ટેકો આપનારી ઉર્જા બની શકે છે. આધુનિક સમયમાં એવું કંઇપણ જે બૌદ્ધિક રીતે ગળે ઉતરે, સરળ હોય અને વિકાસમાં મદદ કરે તો લોકોને તેમાં રસ પડે જ છે. આજે લોકો વાસ્તુ અનુસાર જગ્યા શોધવાનું પસંદ કરે છે, તેઓને પોતાના કામની કે રહેવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોય તેવી પુરી ઇચ્છા હોય છે. આ એક ટ્રેન્ડ બની ગયો છે. શું માત્ર મુખ્ય દરવાજાની દિશા જોવાથી વાસ્તુ બરાબર થઇ જાય છે? દિશા કઇ હોવી તે ખબર હોવું અથવા જે લે-આઉટ સજેસ્ટ કર્યો હોય તેને અનુસરવાથી વાસ્તુ બરાબર થઇ જાય?
લોકોને વાસ્તુ અંગે બહુ જિજ્ઞાસા હોય છે અને એ જ રીતે તેઓ આ શાસ્ત્રને સમજવાનો પ્રયાસ શરૂ કરે છે. આ જિજ્ઞાસામાં સતર્કતા પણ ભળે કારણકે તેઓ પોતે જ પસંદ કરે તે વાસ્તુ અનુસાર હોય તેવું તેઓ ઇચ્છતા હોય જેથી તેમને પોતાને કોઇ નુકસાન ન વેઠવું પડે. ઘણાં લોકો માત્ર પાયાની સલાહ પસંદ કરે છે. પણ શું તેઓ એવું એટલા માટે કરતા હશે કે વાસ્તુ લોકોને અઘરું લાગતું હશે? દિશા સૂચન, રેખાઓ અને વિવિધ વિચારો ચાલતા હોય ત્યારે વાસ્તુની દુનિયા લોકોને સમજ પડી જ જાય એવું જરૂરી નથી હોતું. કદાચ લોકોને એવો ય ડર હોય કે વાસ્તુ અનુસરવા જશે તો બહુ ખર્ચો થઇ જશે.
લોકોને કોઇ જગ્યાએ નકારાત્મક એનર્જી હોવાનો ડર પણ લાગે તેવું પણ બને. એવી ચિંતા લોકોને થાય ત્યારે તેઓ વાસ્તુનો આધાર લેવાનું ટાળે કે રખેને કોઇ કહી દેશે કે અહીં નકારાત્મક ઉર્જા છે તો પછી એ ડર મનમાં ઘર કરી જશે. વળી આજના જમાનામાં ડિજિટલ માધ્યમો પર બહુ માહિતીઓ મળી જાય છે અને શેનો વિશ્વાસ કરવો અને શેનો નહીં તે પણ સમજાય નહીં. ખરેખર તો વાસ્તુ અઘરું, મોંઘું કે ડરામણું હોય તે જરૂરી નથી. આપણે સ્પષ્ટ સતર્કતા રાખીએ તો તે જિંદગી સરળ કરે છે અઘરી નહીં.
પ્રાચીન ભારતીય વિજ્ઞાનની દુનિયામાં કૉન્શિયસ વાસ્તુ એક પરિવર્તનશીલ વિકાસ ગણાય. તે વારસા અને આધુનિક પ્રાસંગિકતાને એક કરે છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગુરુઓની સમજ અને વર્ષોના રિસર્ચને આધારે તેમણે સદીઓ જૂની વાસ્તુ શાસ્ત્રની સમજને વર્તમાન સમય માટે વધારે તાર્કિક અને પ્રાસંગિક બનાવી છે. આ માત્ર વાસ્તુકલા કે લેઆઉટની વાત નથી ઉર્જા કે એનર્જીની વાત છે. આપણને જે તે વસ્તુ, સ્થળના વાઇબ્ઝ કેવા લાગે છે, ત્યાંની ઉર્જા કેવી લાગે છે, તેનાથી આપણે કેવું અનુભવીએ છીએ, વિચારીએ છીએ અને કામ કરીએ છીએ તે બધી જ બાબતો અગત્યની છે. કૉન્શિયસ વાસ્તુ આ બાબત સમજે છે, તેને સન્માને છે અને તે શૈલીમાં પરિવર્તન સૂચવે છે.
ADVERTISEMENT
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

