Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ધર બન્યો યામીપગલુ

આદિત્ય ધર બન્યો યામીપગલુ

Published : 29 November, 2026 02:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની યામી ગૌતમની ૩૮મી વર્ષગાંઠે પોસ્ટ કર્યો પ્રેમથી છલકાતો સંદેશ

ફિલ્મમેકર આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી

ફિલ્મમેકર આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી


યામી ગૌતમની ગઈ કાલે ૩૮મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેના પતિ અને ફિલ્મમેકર આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેના પર પ્રેમ વરસાવ્યો હતો અને પોતાને ‘યામીપગલુ’ ગણાવ્યો હતો.

આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ યામી. તું મારા જીવનમાં મળેલી સૌથી સુંદર મહિલા છે. તારું સ્મિત માત્ર કોઈ રૂમને જ નહીં, પણ મારી આખી દુનિયાને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. તું મારું ઘર છે, મારી સૌથી મોટી તાકાત છે, મને સૌથી વધુ સાથ આપનારી વ્યક્તિ છે અને આજે હું જે કંઈ પણ છું એ બનવા માટે મને પ્રેરણા આપનાર વ્યક્તિ પણ તું જ છે. તું આપણા પરિવાર પર જે રીતે પ્રેમ વરસાવે છે અને સાથે જ તું જે કંઈ પણ કરે છે એમાં પોતાનું સર્વસ્વ આપી દે છે એ જોઈને હું દરરોજ આશ્ચર્યચકિત થઈ જાઉં છું. તું આ બધું કઈ રીતે કરી શકે છે અને એમ છતાં મારી સાથે કઈ રીતે રહી શકે છે એ મને સમજાતું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK