Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી ૧૧૩ હાઉસિંગ સોસાયટીનાં ૬૨૨૫ કુટુંબોને રાહત

દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી ૧૧૩ હાઉસિંગ સોસાયટીનાં ૬૨૨૫ કુટુંબોને રાહત

Published : 29 November, 2026 09:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો, પાંચ ટકા પ્રીમિયમ આપીને હાઉસિંગ સોસાયટીઓને મળશે માલિકી-હક.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મુંબઈમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને વાર્ષિક રેડી રેકનર રેટના પાંચ ટકાનું પ્રીમિયમ ચૂકવીને માલિકી-હક મળી શકશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે બાંદરામાં ઉત્તર ભારતીય સંઘ ઑડિટોરિયમમાં નાગરી નિવારા પરિષદ કાર્યક્રમ દરમ્યાન કરી હતી.

આ દરમ્યાન તેમણે ગોરેગામ (ઈસ્ટ)ની ૬૨ એકરમાં ફેલાયેલી ૧૧૩ હાઉસિંગ સોસાયટીઓનું ક્લાસ-વનમાં કન્વર્ઝન કરવાનો આદેશ આપ્યો હતો તથા આદેશનું વિતરણ પણ કર્યું હતું જેનો લાભ આ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૬૨૨૫ કુટુંબોને થશે. આશરે ૨૫,૦૦૦ જેટલા રહેવાસીઓને આ નિર્ણયનો લાભ મળશે. પાત્ર હોય એવી હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટ તથા સેલ્ફ-રીડેવલપમેન્ટની પ્રક્રિયા વધુ સરળ બને એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.



રીડેવલપમેન્ટની તાતી જરૂર જાણીને પ્રીમિયમ પાંચ ટકા કરવામાં આવ્યું


મુખ્ય પ્રધાને કાર્યક્રમ દરમ્યાન જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૭-’૧૮માં નિયમોમાં સુધારો કરીને સરકારી જમીન પર ક્લાસ-વન જમીનમાં રૂપાંતર કરવાની મંજૂરી કરતો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં એનું પ્રીમિયમ પચીસ ટકા નક્કી કરવામાં આવ્યું હતું જે પછી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યું હતું. જોકે શહેરની હાઉસિંગ સોસાયટીઓના રીડેવલપમેન્ટની જરૂ‌રિયાતને જોતાં કૅબિનેટ મીટિંગ દરમ્યાન સર્વાનુમતે પ્રીમિયમ ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેલ્ફ-રીડેવલપમેન્ટના ૧૬૦૦ પ્રસ્તાવો


દેવેન્દ્ર ફડણવીસે શહેરમાં હાઉસિંગ સોસાયટીઓ દ્વારા રીડેવલપમેન્ટ માટેના અનેક પ્રસ્તાવો મળી રહ્યા હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારને મુંબઈમાં સેલ્ફ-રીડેવલપમેન્ટના આશરે ૧૬૦૦ પ્રસ્તાવો મળ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સવલતોના કારણે એની સંખ્યા વધી રહી છે જેને પગલે મહેસૂલ વિભાગને પણ જમીનોના ક્લાસ-વનના કન્વર્ઝન માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારી જમીન પર બનેલી હોય અને પાત્ર હોય એવી હાઉસિંગ સોસાયટીઓ માટે એમના પરિસરમાં હેલ્પ-કૅમ્પ યોજવાની સૂચના પણ આપવામાં આવી છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK