Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નૅશનલ અવૉર્ડ માટે હંમેશાં તૈયાર છું

નૅશનલ અવૉર્ડ માટે હંમેશાં તૈયાર છું

Published : 09 April, 2026 04:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધુરંધર : ધ રિવેન્જ’ વિશેની કમેન્ટમાં ડિરેક્ટર આદિત્ય ધરે વ્યક્ત કરી પોતાની લાગણી...

આદિત્ય ધર

આદિત્ય ધર


ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પરની જબરદસ્ત કમાણીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ઍક્ટર રાજ ઝુત્શી એક મહત્ત્વના રોલમાં જોવા મળ્યો છે. રાજ ઝુત્શીની ભત્રીજી સંક્ષિતા ઝુત્શીએ ફિલ્મ વિશે કમેન્ટ કરી જેના પર ડિરેક્ટર આદિત્ય ધરે રસપ્રદ રીતે પ્રતિસાદ આપતાં કહ્યું કે નૅશનલ અવૉર્ડ માટે તે હંમેશાં તૈયાર છે.

સંક્ષિતાએ સોશ્યલ મીડિયા પર પોતાના કાકા રાજ ઝુત્શીની પ્રશંસા કરીને ફિલ્મને શાનદાર ગણાવી અને જણાવ્યું હતું કે ‘સીક્વલ બનાવવી હંમેશાં મુશ્કેલ હોય છે, કારણ કે પહેલી ફિલ્મથી અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. આમ છતાં ‘ધુરંધર : ધ રિવેન્જ’એ તમામ અપેક્ષાઓને પાર કરી છે. આદિત્ય ધર આ ઉત્તમ કામ માટે નૅશનલ અવૉર્ડના હકદાર છે.’ સંક્ષિતાની આ કમેન્ટનો જવાબ આપતાં આદિત્યએ કહ્યું કે ‘નૅશનલ અવૉર્ડ માટે હંમેશાં તૈયાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK