રિપોર્ટ પ્રમાણે સૌમ્યા ટંડનને યે પ્રેમ મોલ લિયા માટે સાઇન કરી લેવામાં આવી છે, સૌમ્યા ટંડન ‘ભાબીજી ઘર પર હૈં’ સિરિયલથી લોકપ્રિય બની હતી, પરંતુ તેને દુનિયાભરમાં ઓળખ અપાવવાનું શ્રેય ફિલ્મ ‘ધુરંધર’ને જાય છે.
સૌમ્યા ટંડન
સૌમ્યા ટંડન ‘ભાબીજી ઘર પર હૈં’ સિરિયલથી લોકપ્રિય બની હતી, પરંતુ તેને દુનિયાભરમાં ઓળખ અપાવવાનું શ્રેય ફિલ્મ ‘ધુરંધર’ને જાય છે. આ ફિલ્મમાં સૌમ્યાએ રહમાન ડકૈતની પત્નીનો નાનો પણ દમદાર રોલ ભજવ્યો છે. ‘ધુરંધર’ પછી સૌમ્યા ટંડનની કિસ્મત એવી રીતે ચમકી કે તેને હવે સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં સાઇન કરી લેવામાં આવી હોવાની ચર્ચા છે. ‘યે પ્રેમ મોલ લિયા’માં આયુષમાન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં હશે.


