ભારે વરસાદ પણ પ્રજાસત્તાક દિવસની તૈયારીનો ઉત્સાહ જરાય ઘટાડી શક્યો નહીં
ભરવરસાદમાં રિહર્સલ કરતા જાંબાઝ જવાનો
ગઈ કાલે રાજધાનીમાં જોરદાર વરસાદ પડ્યો હતો, પણ પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ-ડ્રેસ રિહર્સલમાં અનેક ટુકડીઓએ ચોકસાઈ સાથે માર્ચ કરી હતી. વરસાદ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓનો ઉત્સાહ ઘટાડી શક્યો નહોતો. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની પ્રતિષ્ઠિત કૅમલ ટુકડી, દિલ્હી પોલીસ અને એનાં બૅન્ડ, CRPF તથા NCC બૅન્ડ અને ભારતીય સૈન્યના એકમોએ વરસાદનો સામનો કરીને પણ પોતાની તૈયારીઓ પૂરી કરી હતી. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)ના લાંબા અંતરના ઍન્ટિ-શિપ મિસાઇલનું પ્રદર્શન કરતી સંરક્ષણ-ઝાંખી પણ વરસતા વરસાદમાં પસાર થઈ હતી, જે ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતની લશ્કરી તાકાત અને ઔપચારિક ભવ્યતા પર ભાર મૂકે છે.


