અજય દેવગન શ્રાવણના પવિત્ર અને શુભ મહિના દરમ્યાન પોતાના દીકરા યુગ તથા દીકરાના કઝિન્સ અમન દેવગન અને દાનિશ ગાંધી સાથે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રી ત્ર્યંબકેશ્વર શિવ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો.
અજય દેવગને દીકરા યુગ સાથે ત્ર્યંબકેશ્વર મંદિરમાં કર્યાં દર્શન
અજય દેવગન શ્રાવણના પવિત્ર અને શુભ મહિના દરમ્યાન પોતાના દીકરા યુગ તથા દીકરાના કઝિન્સ અમન દેવગન અને દાનિશ ગાંધી સાથે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રી ત્ર્યંબકેશ્વર શિવ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. આ સમયે અજયનો પુત્ર યુગ સૌનું ધ્યાન ખેંચતો જોવા મળ્યો હતો, કારણ કે તે પણ પોતાના પિતાની જેમ જ એકદમ લાંબો થઈ ગયો છે.
અજય અને યુગની ધાર્મિક યાત્રા સમયે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અજયે કડક સુરક્ષાઘેરા વચ્ચે મંદિર પરિસરમાં પ્રવેશ કરીને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી. આ દરમ્યાન તેણે મંદિરના પૂજારીઓ અને સ્થાનિક લોકો સાથે આત્મીય વાતચીત પણ કરી હતી. ત્યાર બાદ તેઓ બધા મંદિર ટ્રસ્ટની ઑફિસમાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
