Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડ અને કુર્લાની રેસ્ટોરાં તથા ખારઘરની કૉલેજ-કૅન્ટીનનાં લાઇસન્સ સસ્પેન્ડ

મલાડ અને કુર્લાની રેસ્ટોરાં તથા ખારઘરની કૉલેજ-કૅન્ટીનનાં લાઇસન્સ સસ્પેન્ડ

Published : 20 August, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તપાસ દરમ્યાન મલાડની હોટેલ રાધાના રસોડામાં ઉઘાડી ગટરમાંથી વાંદા અને જીવંત ઉંદરો નીકળ્યા હોવાનું માલૂમ પડ્યું હતું

મલાડની હોટેલ રાધાના રસોડામાં ગંદકી

મલાડની હોટેલ રાધાના રસોડામાં ગંદકી


મલાડ સ્થિત જાણીતી હોટેલ રાધામાં, કુર્લાની જનતા તવા ઍન્ડ ગ્રિલમાં અને ખારઘરની સરસ્વતી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની કૅન્ટીનમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાનાં ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યાં છે. મંગળવારે કરાયેલી આ તપાસમાં ભારે અસ્વચ્છતા અને અનિયમિતતાઓ જણાતાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઍક્ટ હેઠળ ત્રણેયનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

તપાસ દરમ્યાન મલાડની હોટેલ રાધાના રસોડામાં ઉઘાડી ગટરમાંથી વાંદા અને જીવંત ઉંદરો નીકળ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. કુર્લાની જનતા તવા ઍન્ડ ગ્રિલમાં વાસી તથા કાચું ચિકન-મટન અયોગ્ય તાપમાને ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું અને રસોઈનાં વાસણો પર ગ્રીસ તથા કચરો જામી ગયો હતો. બીજી તરફ ખારઘરની કૉલેજ કૅન્ટીનમાં ફૂડ વેન્ડિંગના નામે ગેરકાયદેસર કૅન્ટીન ચલાવવામાં આવતી હતી અને ત્યાં કીટક કે ઉંદરનિયંત્રણના કોઈ જ ઉપાયો નહોતા. ગ્રાહકો તથા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થતાં અટકાવવા માટે FDAએ આ ત્રણેય જગ્યાનાં તમામ ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK