Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમાર અને રવીના ટંડનની મોહરા ટકરાશે રામાયણ સાથે

અક્ષય કુમાર અને રવીના ટંડનની મોહરા ટકરાશે રામાયણ સાથે

Published : 27 October, 2026 08:44 AM | Modified : 27 October, 2026 09:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સુપરહિટ ફિલ્મ ૩૨ વર્ષ બાદ છઠ્ઠી નવેમ્બરે ફરી થિયેટરમાં થશે રિલીઝ

‘મોહરા’ મૂવીનું પોસ્ટર

‘મોહરા’ મૂવીનું પોસ્ટર


અક્ષય કુમાર અને રવીના ટંડનની જોડીએ ૯૦ના દાયકામાં પડદા પર ખૂબ ધમાલ મચાવી હતી અને લગભગ ૩૨ વર્ષ પછી તેમની ફિલ્મ ‘મોહરા’ થિયેટરમાં રી-રિલીઝ થવાની છે. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ સાથે થશે. ‘મોહરા’ દિવાળીના બે દિવસ પહેલાં છઠ્ઠી ડિસેમ્બરે રી-રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે જેના કારણે એની ટક્કર પાંચમી નવેમ્બરે રિલીઝ થનારી રણબીર કપૂરની ‘રામાયણ’ સાથે થશે.

‘મોહરા’ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. એનાં ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત’, ‘સુબહ સે લેકર શામ તક’, ‘અય કાશ કહીં ઐસા હોતા’ અને ‘ટિપ ટિપ બરસા પાની’ જેવાં ગીતો ખૂબ હિટ રહ્યાં હતાં. આજે પણ આ ગીતો લોકો ખૂબ સાંભળે છે. ફિલ્મના ગીત ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત’ને કારણે જ રવીના ટંડનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ‘મસ્ત મસ્ત ગર્લ’નું બિરુદ મળ્યું હતું.



 


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK