કાસ્ટિંગ વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર
૨૦૦૦માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘ધડકન’ બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર રહી હતી. હવે આ ફિલ્મની સીક્વલ ‘ધડકન 2’ બનાવવાના પ્લાનિંગની માહિતી મળી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકરો આ સુપરહિટ ફિલ્મના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. જોકે નવી ફિલ્મમાં જૂની જોડી જોવા નહીં મળે, એના બદલે તદ્દન નવા કલાકારોને લેવાનું આયોજન છે. આમ અક્ષય અને શિલ્પા ‘ધડકન 2’નો હિસ્સો નહીં હોય. જોકે મૂળ ફિલ્મમાં ‘દેવ’ના પાત્રથી દર્શકોનાં દિલ જીતનાર સુનીલ શેટ્ટીનો ખાસ કૅમિયો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હાલ ‘ધડકન 2’નું કામ પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગના પ્રારંભિક તબક્કામાં છે. ફિલ્મની મુખ્ય ભૂમિકાઓ માટે નવા કલાકારોની શોધ ચાલી રહી છે. કાસ્ટિંગ વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
