બે ટીનેજર SGNPમાં ફરવા આવી હતી. તેઓ વનરાણી ટ્રેન વિસ્તારની નજીક આવેલા તળાવ પાસે ચાલી રહી હતી ત્યારે બન્ને આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
નૅશનલ પાર્કમાં ટીનેજરની છેડતી
બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની અંદર બે ટીનેજરની છેડતી કરવાના આરોપસર ઔરંગાબાદના વનવિભાગના બે કર્મચારીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. કસ્તુરબા માર્ગ પોલીસે આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને બન્ને આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમો લગાવી છે.
આ ઘટના ૨૬ નવેમ્બરે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. બે ટીનેજર SGNPમાં ફરવા આવી હતી. તેઓ વનરાણી ટ્રેન વિસ્તારની નજીક આવેલા તળાવ પાસે ચાલી રહી હતી ત્યારે બન્ને આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
ADVERTISEMENT
ટીનેજર્સે બૂમાબૂમ કરી હતી અને પોલીસના ઇમર્જન્સી નંબર પર ફોન કર્યો હતો. કસ્તુરબા માર્ગ પોલીસની એક ટીમ તાત્કાલિક SGNP દોડી ગઈ હતી અને બન્ને પુરુષોને કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓની ઓળખ યુ. ડી. મારકંડે અને પ્રભુ ચોરમારે તરીકે થઈ છે. બન્ને ઔરંગાબાદમાં ફૉરેસ્ટ ગાર્ડ તરીકે કામ કરે છે અને SGNPની મુલાકાતે આવ્યા હતા એમ પોલીસે જણાવ્યું હતું.
