આ વિડિયોમાં આરવ અને નિતારા હિંચકા ખાતાં અને અક્ષય-ટ્વિન્કલ નિરાંતની પળોનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં.
શૅર કરેલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ્સ
અક્ષયકુમાર પત્ની ટ્વિન્કલ ખન્ના અને બાળકો આરવ તેમ જ નિતારા સાથે હાલમાં વેકેશન ગાળી રહ્યો છે. હાલમાં ટ્વિન્કલે પોતાના સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં આખો પરિવાર પિકનિક માટે ગયો હતો. આ વિડિયોમાં આરવ અને નિતારા હિંચકા ખાતાં અને અક્ષય-ટ્વિન્કલ નિરાંતની પળોનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં. જોકે ટ્વિન્કલે એ પિકનિકની જગ્યા કઈ છે એ જાહેર ન કરીને વેકેશનનું ડેસ્ટિનેશન સીક્રેટ રાખવાનું પસંદ કર્યું છે.

