આ હવેલી ચોમુ પૅલેસ છે અને એ જયપુર નજીક આવેલી છે
`ભૂત બંગલા`ની હવેલી
અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ‘ભૂત બંગલા’માં જે ભૂતિયા હવેલી બતાવવામાં આવી છે એ કોઈ સેટ નથી પરંતુ એક અસલી ઐતિહાસિક જગ્યા છે. આ હવેલી ચોમુ પૅલેસ છે અને એ જયપુર નજીક આવેલી છે. આ હવેલી અંદાજે ૩૫૦ વર્ષ જૂની માનવામાં આવે છે. હાલ આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ જ લોકેશનનો ઉપયોગ અગાઉ ‘ભૂલભુલૈયામાં’ પણ કરવામાં આવ્યો હતો. અહીંના વિશાળ દરબાર હૉલ, જૂની ગલીઓ અને રહસ્યમય રચના ફિલ્મના હૉરર માહોલને વધુ મજબૂત બનાવે છે. આમ કહી શકાય કે આ હવેલીનું અક્ષય કુમાર સાથે સ્પેશ્યલ કનેક્શન છે.
