અક્ષય કુમારની ૨૦૧૨માં આવેલી ઍક્શન-કૉમેડી ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ને સફળતા મળી હતી
અક્ષય કુમાર
અક્ષય કુમારની ૨૦૧૨માં આવેલી ઍક્શન-કૉમેડી ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ને સફળતા મળી હતી. આ ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલી હવે આ સુપરહિટ ફિલ્મની સીક્વલની તૈયારી કરી રહ્યા છે. જોકે ‘રાઉડી રાઠોડ 2’માં અક્ષય કુમારની જગ્યાએ એક પૅન-ઇન્ડિયા સ્ટારને લેવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે ભણસાલી સ્ટુડિયોઝે ‘રાઉડી રાઠોડ’ને એક મોટી ફ્રૅન્ચાઇઝીમાં ફેરવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘હાલ ફિલ્મ શરૂઆતના તબક્કામાં છે અને સ્ટારકાસ્ટ હજી નક્કી નથી. નિર્માતા એક મોટા પૅન-ઇન્ડિયા સ્ટારને પોલીસ-ઑફિસરના લીડ રોલ માટે પસંદ કરવાનું વિચારી રહ્યા છે.’


