‘દૃશ્યમ 3’ છોડવાના મુદ્દે અક્ષયે હજુ સુધી જાહેરમાં પોતાનું કોઈ રીઍક્શન આપ્યું નથી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘ધુરંધર’ની સફળતા માણી રહેલા અક્ષય ખન્નાની આગામી ફિલ્મ ‘દૃશ્યમ 3’ને લઈને ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ અક્ષયે ફિલ્મ છોડી દીધા પછી તેમને ભારે આંચકો લાગ્યો છે. ચર્ચા છે કે અક્ષયે આ ફિલ્મ માટે ૨૧ કરોડ રૂપિયા જેટલી ફી અને ટાલ છુપાવવા વિગવાળા લુકની ડિમાન્ડ કરી હતી, પણ એ શક્ય ન બનતાં તેણે આ ફિલ્મ છોડી દીધી છે. આ મામલે પ્રોડ્યુસર્સનો દાવો છે કે અક્ષયનો ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય અચાનક હતો અને આ મામલે તેને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે.
જોકે ‘દૃશ્યમ 3’ના આ વિવાદ વચ્ચે હાલમાં અક્ષય ખન્ના પહેલી વખત જાહેરમાં કૅઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો. તેનો લુક જોઈને લાગતું હતું કે તેણે ટાલને છુપાવવા માટે માથા પર કૅપ પહેરી છે. જોકે ‘દૃશ્યમ 3’ છોડવાના મુદ્દે અક્ષયે હજુ સુધી જાહેરમાં પોતાનું કોઈ રીઍક્શન આપ્યું નથી.
ADVERTISEMENT
ફૅનની લાગણીને માન આપીને ક્લિક કરાવ્યો સેલ્ફી
અક્ષય ખન્ના ‘દૃશ્યમ 3’ના આ વિવાદ વચ્ચે પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો ત્યારે તેણે ફૅનની લાગણીને માન આપીને તેની સાથે સેલ્ફી ક્લિક કરાવ્યો હતો. હકીકતમાં અક્ષય પાસે ફૅને સેલ્ફી ક્લિક કરાવવા વિનંતી કરી હતી પણ એ સમયે તેણે વાત માનવાને બદલે સીધું પોતાની કારમાં બેસવાનું પસંદ કર્યું હતું. જોકે કારમાં બેસીને તેણે ફૅનને તરત પોતાની પાસે બોલાવ્યો હતો અને તેની સાથે પોતાની કારમાં જ સેલ્ફી ક્લિક કર્યો હતો.


