Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલ્ફા માટે આલિયા ભટ્ટને મળ્યા પચીસ કરોડ રૂપિયા, શર્વરી વાઘને માત્ર ત્રણ કરોડ રૂપિયા 

આલ્ફા માટે આલિયા ભટ્ટને મળ્યા પચીસ કરોડ રૂપિયા, શર્વરી વાઘને માત્ર ત્રણ કરોડ રૂપિયા 

Published : 01 July, 2026 12:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને અભિનેત્રીઓ ફિલ્મ ‘આલ્ફા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલાં એના કલાકારોને મળેલી ફીને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

આલિયા ભટ્ટ ફિલ્મની સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રી છે અને તેણે ૨૫ કરોડ રૂપિયા રૂપિયા ફી લીધી છે. શર્વરી ફિલ્મમાં સુપર એજન્ટના પાત્રમાં જોવા મળશે

આલિયા ભટ્ટ ફિલ્મની સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રી છે અને તેણે ૨૫ કરોડ રૂપિયા રૂપિયા ફી લીધી છે. શર્વરી ફિલ્મમાં સુપર એજન્ટના પાત્રમાં જોવા મળશે


યશરાજ ફિલ્મ્સના સ્પાય-યુનિવર્સની સાતમી ફિલ્મ ‘આલ્ફા’ ૩ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં બન્ને અભિનેત્રીઓ ફિલ્મ ‘આલ્ફા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલાં એના કલાકારોને મળેલી ફીને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

‘આલ્ફા’નું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિલીઝ પહેલાં સોશ્યલ મીડિયા પર કલાકારોને મળેલી ફીને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, પણ એની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.



રિપોર્ટ પ્રમાણે આલિયા ભટ્ટ ફિલ્મની સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રી છે અને તેણે ૨૫ કરોડ રૂપિયા રૂપિયા ફી લીધી છે. શર્વરી ફિલ્મમાં સુપર એજન્ટના પાત્રમાં જોવા મળશે અને તેને કથિત રીતે ૩ કરોડ રૂપિયા મળ્યા છે. બૉબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે અને તેણે ૬ કરોડ રૂપિયા ફી લીધી છે. અનિલ કપૂરને તેની ભૂમિકા માટે કથિત રીતે ૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.


૧૪૦ મિનિટ લાંબી આલ્ફાને મળ્યું UA 16+ સર્ટિફિકેટ

૩ જુલાઈએ મોટા પડદા પર રિલીઝ થનારી આલિયા ભટ્ટ, શર્વરી, બૉબી દેઓલ અને અનિલ કપૂરની ‘આલ્ફા’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મને UA 16+ રેટિંગ સાથે પાસ કરી છે. ‘આલ્ફા’ યશરાજ ફિલ્મ્સના સ્પાય-યુનિવર્સની પ્રથમ વુમન સ્પાય ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી જોરદાર ઍક્શન અવતારમાં જોવા મળશે. ‘આલ્ફા’નો રનટાઇમ એટલે કે ફિલ્મની કુલ લંબાઈ ૧૪૦ મિનિટ નક્કી કરવામાં આવી છે. જોકે ફિલ્મમાં કેટલાક કટ પણ સૂચવવામાં આવ્યા છે. 


‘આલ્ફા’ની વાર્તા શું હશે?

CBFCના સેન્સર સર્ટિફિકેટમાં ફિલ્મની વાર્તાની પણ ઝલક આપવામાં આવી છે. એમાં જણાવાયું છે કે ‘બદલાની આગમાં સળગતી એક યુવતી પોતાના રસ્તામાં આવનાર દરેક વ્યક્તિને પાઠ ભણાવતી આગળ વધે છે. આ સફર દરમ્યાન તેના પોતાનાં જીવનનાં એવાં રહસ્યો સામે આવે છે જે બધું જ બદલી નાખે છે. તે નિર્ભય છે અને પોતાના હેતુને પૂર્ણ કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK