બૉલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ બિઝનેસમેન સંજય કપૂરના નિધન બાદ તેમની બહેનનું નિવેદન સામે આવ્યું છે. 3000 કરોડની પ્રૉપર્ટી વિવાદ વચ્ચે એક્સ નણંદે કરિશ્માને એક સારી મા કહી છે.
કરિશ્મા કપૂર (ફાઈલ તસવીર)
બૉલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ બિઝનેસમેન સંજય કપૂરના નિધન બાદ તેમની બહેનનું નિવેદન સામે આવ્યું છે. 3000 કરોડની પ્રૉપર્ટી વિવાદ વચ્ચે એક્સ નણંદે કરિશ્માને એક સારી મા કહી છે.
બૉલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ બિઝનેસ ટાઈકૂન સંજય કપૂરના એકાએક નિધને બધાંને ચોંકાવી દીધા હતા. સંજયના નિધન બાદ તેમની 3000 કરોડની પ્રૉપર્ટીને લઈને વિવાદ સામે આવી રહ્યો છે. તાજેતરમાં તેમની માતા રાણી કપૂરે પણ આરોપ મૂક્યો હતો કે સંજય કપૂરની પ્રૉપર્ટી હડપી લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કરિશ્મા પણ પ્રૉપર્ટીમાંથી પોતાના બે બાળકોનો હક માગી શકે છે. આ બધા વચ્ચે સંજય કપૂરની બહેન મંદિરા કપૂરે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કરિશ્માને એક સારી મા કહેતા કહ્યું કે કોઈપણ મા પોતાના બાળકો માટે આવું જ કરશે.
ADVERTISEMENT
સારી મા છે કરિશ્મા
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીતમાં મંદિરાને જ્યારે કરિશ્મા કપૂર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "તે એક મા છે. તે એક સારી મા છે, એ વાત માનવી જ જોઈએ. તેણે પરિવારને એક રાખવા માટે ખૂબ જ સારું કામ કર્યું છે. હું આ માટે તેના વખાણ કરું છું. મને લાગે છે કે તેના બાળકો તેના ખૂબ જ નજીક રહ્યા છે, અને તેમની વચ્ચે ખૂબ જ સારો બૉન્ડ રહ્યો છે. આશા છે કે કોઈક રીતે અમે આ આગળ વધારી શકીએ અને પરિવારને ફરીથી એક કરી શકીએ કારણકે તે પોતાના બાળકોનું ધ્યાન દરેક સામાન્ય માતાની જેમ રાખી રહી છે, તે એ જ કરી રહી છે."
હજી પણ છે સંપર્કમાં જ્યારે મંદિરાને પૂછવામાં આવ્યું કે શું તે સંજયના મૃત્યુ પછી કરિશ્માના સંપર્કમાં છે, ત્યારે તેણે જવાબ આપ્યો, "હા, ચોક્કસ. મને ખાતરી છે કે તે પ્રિયા સચદેવના પણ સંપર્કમાં છે. સત્ય એ છે કે અમારા બધાના સારા સંબંધો રહ્યા છે. બાળકો તેમની માતાને મળવા આવતા રહ્યા છે. અમે બધા સંપર્કમાં છીએ. આનો અર્થ એ નથી કે કૌટુંબિક ઝઘડો છે."
માતાને તેના અધિકારો મળવા જોઈએ
મંદિરાએ વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિએ પરિવારના વડા એટલે કે તેમની માતાને તેનું સ્થાન આપવાનો માર્ગ શોધવો જોઈએ. તેણે કહ્યું, "આખરે, આપણે બાળકો છીએ, ભલે આપણે ગમે તેટલા મોટા હોઈએ. મને લાગે છે કે આદરની ભાવના રહેવી જોઈએ. આપણે ફક્ત માનસિક શાંતિ ઇચ્છીએ છીએ. આપણે આપણા પિતાના સપનાઓને આગળ ધપાવવા અને આપણા ભાઈનો આદર કરવા માંગીએ છીએ, કારણ કે મને લાગે છે કે આ જ યોગ્ય છે."

