ડેફિન્ડિંગ ચૅમ્પિયન જૅનિક સિનર પોતાના બર્થ-ડેના દિવસે સેમી ફાઇનલ રમીને હાર્ડ-કોર્ટ ટેનિસ મૅચમાં સતત ૨૬મી જીત સાથે પોતાની ૨૦૦મી જીત નોંધાવી હતી
કાર્લોસ અલ્કારાઝ, જૅનિક સિનર
બ્રિટનની વિમ્બલ્ડન 2025 બાદ ફરી હવે અમેરિકાની સિનસિનાટી ઓપન 2025ની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ઇટલીના જૅનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝની ટક્કર થશે. બન્ને ટૉપ-ટૂ ટેનિસ પ્લેયર વચ્ચે ૧૩ ટેનિસ મૅચ રમાઈ છે જેમાંથી અલ્કારાઝ ૮ અને સિનર પાંચ મૅચ જીત્યો છે.
વિશ્વનો નંબર-ટૂ ટેનિસ પ્લેયર અલ્કારાઝ વર્તમાન સીઝનમાં સતત સાતમી વખત પ્રોફેશનલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમશે. ડેફિન્ડિંગ ચૅમ્પિયન જૅનિક સિનર પોતાના બર્થ-ડેના દિવસે સેમી ફાઇનલ રમીને હાર્ડ-કોર્ટ ટેનિસ મૅચમાં સતત ૨૬મી જીત સાથે પોતાની ૨૦૦મી જીત નોંધાવી હતી. ૨૪ વર્ષનો સિનર હાલમાં જ વિમ્બલ્ડન 2025 ટાઇટલ જીત્યો હતો. આ બન્ને આ વર્ષની ચોથી ફાઇનલ મૅચ રમશે.

