Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‌દિલ્હીમાં અમિત શાહને મળી રામાયણની ટીમ, હોમ ‌મિ‌નિસ્ટરે આપ્યાં અભિનંદન

‌દિલ્હીમાં અમિત શાહને મળી રામાયણની ટીમ, હોમ ‌મિ‌નિસ્ટરે આપ્યાં અભિનંદન

Published : 27 November, 2026 12:44 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને દેશભરમાં અને વિશ્વભરનાં થિયેટરોમાં અપાર પ્રેમ મળી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ની ટીમને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવાની તક મળવી એ સન્માનની વાત છે.’

અમિત શાહને મળી રામાયણ ટીમ

અમિત શાહને મળી રામાયણ ટીમ


‘રામાયણ’ની ટીમે દિલ્હીમાં ગઈ કાલે ભારતના ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહપ્રધાને ફિલ્મની સિનેમૅટિક સિદ્ધિની પ્રશંસા કરી હતી અને સાથે રામાયણ વિશેની પોતાની ઊંડી જાણકારીથી ‌ફિલ્મમેકરોને પ્રભાવિત કર્યા હતા. આ મુલાકાત દરમ્યાન અમિત શાહે ભારતીય સિનેમા અને ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ અપાવવા બદલ ટીમની પ્રશંસા કરી હતી તેમ જ આખી દુનિયામાં ફિલ્મને મળી રહેલી શાનદાર સફળતા બદલ ‌ફિલ્મમેકરોને અભિનંદન પણ આપ્યાં હતાં.

આ મુલાકાત વખતે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા, ડિરેક્ટર નિતેશ તિવારી, મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઈ પલ્લવી ઉપસ્થિત રહ્યાં હતાં. આ મુલાકાત પછી ‘રામાયણ’ના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એની તસવીરો શૅર કરીને લખવામાં આવ્યું હતું કે ‘ફિલ્મને દેશભરમાં અને વિશ્વભરનાં થિયેટરોમાં અપાર પ્રેમ મળી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ની ટીમને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવાની તક મળવી એ સન્માનની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 12:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK