Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > India-Pakistan Border પર મોટી કાર્યવાહી! પઠાણકોટમાં પાકિસ્તાની ઘૂસણખોરને કરાયો ઠાર- હાઇ અલર્ટ જારી

India-Pakistan Border પર મોટી કાર્યવાહી! પઠાણકોટમાં પાકિસ્તાની ઘૂસણખોરને કરાયો ઠાર- હાઇ અલર્ટ જારી

Published : 27 November, 2026 02:59 PM | IST | Punjab
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India-Pakistan Border: બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ ગેરકાયદે ભારતમાં એન્ટર થવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો છે. શુક્રવારે પરોઢે આ ઘટના બનતાં જ સમગ્ર સરહદી પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પંજાબના પઠાણકોટમાં ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બૉર્ડર (India-Pakistan Border) પર ઘૂસણખોરીનો પ્રયાસ નાકામ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ ગેરકાયદે ભારતમાં એન્ટર થવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો છે. શુક્રવારે પરોઢે આ ઘટના બનતાં જ સમગ્ર સરહદી પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. બૉર્ડર પરથી આ રીતે ઘૂસણખોરી કરનારો પાકિસ્તાની મળી આવતાં જ સુરક્ષા એજન્સીઓ પણ અલર્ટ મોડમાં આવી ગઈ છે.

રિપોર્ટસ પ્રમાણે પઠાણકોટની ઉઝ નદી પાસે આવેલ પહાડપુર બૉર્ડર ચોકી પાસે પરોઢિયે સુમારે  ૨ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રાત્રિના ગાઢ અંધાર અને શિયાળાની ઠંડી વચ્ચે પણ બીએસએફના સતર્ક જવાનોને ઇન્ટરનેશનલ બૉર્ડર (India-Pakistan Border) પર શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પારખી લીધી હતી. તાબડતોબ જ જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને રોક્યો હતો. પરંતુ જવાનોની વાતને અવગણીને તેણે બૉર્ડર વટાવીને ભારતીય હદમાં આગળ વધવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. કહેવાય છે કે તે ભારતીય હદમાં ૧૨૦ મીટર સુધી અંદર આવી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખી લઇને જવાનોએ ગોળીબાર કર્યો હતો અને ઘૂસણખોરને ઘટનાસ્થળે ઠાર કરાયો હતો.



રિપોર્ટસ પ્રમાણે ત્રણ ઘૂસણખોરો ભારત તરફ આગળ વધી (India-Pakistan Border) રહ્યા હતા, પરંતુ તેમાંથી એક પાછો ફરી ગયો હતો. તે બંનેને પણ બીએસએફના જવાનોએ પાછા ફરવાની ચેતવણી આપી હોવા છતાં તેઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં રહ્યા હતા.


હાલ શિયાળાના દિવસોમાં ઉત્તર ભારતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે ધુમ્મસભરી રાતનો લાભ લઈને સરહદ પરથી ઘૂસણખોરી અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ થવાની શક્યતા વધી જતી હોય છે, આ બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓની સતર્કતામાં પણ વધારો કરી દેવાયો છે. આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારની સાથે સેકન્ડ લાઈન ઑફ ડિફેન્સ પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ હિલચાલ પર ઝીણામાં ઝીણી નજર રાખવા માટે પેટ્રોલિંગ સુદ્ધાં વધારી દેવામાં આવ્યું છે, બીએસએફની સાથે મળીને સ્થાનિક પોલીસ પણ સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓનું જોખમ રહેલું છે તેવાં સ્થળો ખાસ કરીને ખેતરો અને નદીકાંઠાના પટ્ટાઓની હાલમાં સઘન તપાસ પણ ચાલી રહી છે. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ પોલીસ નાકાઓ પર તૈનાત કર્મચારીઓને વધુ સતર્ક રહેવાની સ્પષ્ટ સૂચના આપી દેવમાં આવી છે.

સુરક્ષાની (India-Pakistan Border) દૃષ્ટિએ પઠાણકોટ જિલ્લાનો આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. કેમકે આ વિસ્તારની એક તરફ ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બૉર્ડર આવેલી છે, જ્યારે બીજી તરફ જમ્મુ-કાશ્મીરની બૉર્ડર પણ આવેલી છે. તાજતેરમાં જ ૨જી ઑક્ટોબરના રોજ પંજાબના તરણ તારણ જિલ્લામાં ઇન્ટરનેશનલ બૉર્ડર પર બીએસએફના જવાનોએ બે શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરોને ગોળી મારીને ઠાર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 02:59 PM IST | Punjab | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK