Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે મને ઘરડો કહો છો, મારી ઉંમરે પહોંચી શકશો તો તમે પણ ઘરડા થશો

આજે મને ઘરડો કહો છો, મારી ઉંમરે પહોંચી શકશો તો તમે પણ ઘરડા થશો

Published : 24 November, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ: તેમની વધતી ઉંમરને લઈને નકારાત્મક કમેન્ટ્સ કરવામાં આવે છે. જોકે હવે અમિતાભ બચ્ચને આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેઓ નિયમિત રીતે પોસ્ટ શૅર કરે છે. આ ઉપરાંત તેઓ બ્લૉગ પણ લખે છે. અમિતાભ ઘણી વાર મોડી રાત્રે પોસ્ટ શૅર કરે છે. તેમના ચાહકો તેમની પોસ્ટ પર પ્રેમ વરસાવે છે, તો કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરે છે. ખાસ કરીને તેમની વધતી ઉંમરને લઈને નકારાત્મક કમેન્ટ્સ કરવામાં આવે છે. જોકે હવે અમિતાભ બચ્ચને આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના તાજેતરના બ્લૉગમાં ઉંમરને લઈને કરવામાં આવતી કમેન્ટ્સનો ઉલ્લેખ કર્યો છે. ૨૩ નવેમ્બરે લખાયેલા આ બ્લૉગની શરૂઆત તેમણે શાયરી જેવી પંક્તિઓથી કરી છે. અમિતાભ બચ્ચને લખ્યું છે,
રાત આધી હો ગઈ હૈ
જાગતા મૈં આંખ ફાડે
હાય સુધિયોં કે સહારે
ચાંદની પિછલે પહર કી 
પાસ મેં જો સો ગઈ હૈ
રાત આધી હો ગઈ હૈ
- બચ્ચન



બ્લૉગના અંતમાં અમિતાભે મોડી રાત્રે પોસ્ટ શૅર કરવા બદલ તેમને ટ્રોલ કરનારા લોકોને જવાબ આપ્યો છે. અમિતાભે લખ્યું હતું કે ‘તેઓ મને કહે છે, અરે બુઢ્ઢા સૂઈ જા, રાત થઈ ગઈ છે, શું તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે? હા દીકરા, અમે બુઢ્ઢા થઈ ગયા છીએ. જો તમે પણ ત્યાં સુધી પહોંચી શકશો તો એક દિવસ તમે પણ બુઢ્ઢા થઈ જશો.’
આ રીતે અમિતાભ બચ્ચને તેમની વધતી ઉંમરની મજાક ઉડાવનારા ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉંમર વધવી એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે અને એક દિવસ દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે.અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેઓ નિયમિત રીતે પોસ્ટ શૅર કરે છે. આ ઉપરાંત તેઓ બ્લૉગ પણ લખે છે. અમિતાભ ઘણી વાર મોડી રાત્રે પોસ્ટ શૅર કરે છે. તેમના ચાહકો તેમની પોસ્ટ પર પ્રેમ વરસાવે છે, તો કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરે છે. ખાસ કરીને તેમની વધતી ઉંમરને લઈને નકારાત્મક કમેન્ટ્સ કરવામાં આવે છે. જોકે હવે અમિતાભ બચ્ચને આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.


અમિતાભ બચ્ચને પોતાના તાજેતરના બ્લૉગમાં ઉંમરને લઈને કરવામાં આવતી કમેન્ટ્સનો ઉલ્લેખ કર્યો છે. ૨૩ નવેમ્બરે લખાયેલા આ બ્લૉગની શરૂઆત તેમણે શાયરી જેવી પંક્તિઓથી કરી છે. અમિતાભ બચ્ચને લખ્યું છે,
રાત આધી હો ગઈ હૈ
જાગતા મૈં આંખ ફાડે
હાય સુધિયોં કે સહારે
ચાંદની પિછલે પહર કી 
પાસ મેં જો સો ગઈ હૈ
રાત આધી હો ગઈ હૈ
- બચ્ચન

બ્લૉગના અંતમાં અમિતાભે મોડી રાત્રે પોસ્ટ શૅર કરવા બદલ તેમને ટ્રોલ કરનારા લોકોને જવાબ આપ્યો છે. અમિતાભે લખ્યું હતું કે ‘તેઓ મને કહે છે, અરે બુઢ્ઢા સૂઈ જા, રાત થઈ ગઈ છે, શું તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે? હા દીકરા, અમે બુઢ્ઢા થઈ ગયા છીએ. જો તમે પણ ત્યાં સુધી પહોંચી શકશો તો એક દિવસ તમે પણ બુઢ્ઢા થઈ જશો.’
આ રીતે અમિતાભ બચ્ચને તેમની વધતી ઉંમરની મજાક ઉડાવનારા ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉંમર વધવી એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે અને એક દિવસ દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK