Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને નવી મળેલી હાઈ-ટેક વૅને પહેલા જ ‌દિવસે પકડી પાડ્યા ૧૨ નશેડીઓને

મુંબઈને નવી મળેલી હાઈ-ટેક વૅને પહેલા જ ‌દિવસે પકડી પાડ્યા ૧૨ નશેડીઓને

Published : 24 November, 2026 09:30 AM | Modified : 24 November, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલી કૉન્સર્ટમાં આવેલા લોકોનું એડ્વાન્સ્ડ મશીનથી સ્ક્રી‌નિંગ કરવામાં આવ્યું અને ડ્રગ્સ લેનારા લોકોની ટેસ્ટનું ‌રિઝલ્ટ ઑન ધ સ્પૉટ આવ્યું.

મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલી કૉન્સર્ટમાં આવેલા લોકોનું એડ્વાન્સ્ડ મશીનથી સ્ક્રી‌નિંગ કરવામાં આવ્યું

મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલી કૉન્સર્ટમાં આવેલા લોકોનું એડ્વાન્સ્ડ મશીનથી સ્ક્રી‌નિંગ કરવામાં આવ્યું


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસને ઍડ્વાન્સ ટેક્નૉલૉજીથી સજ્જ કરી અને નવી ઍપ, ઉપકરણો અને ઍન્ટિ-નાર્કોટિક્સ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ફૉરેન્સિક વૅનથી સજ્જ કરી ત્યાર પછી ઑપરેશનના પહેલા જ દિવસે ઍન્ટિ-નાર્કોટિક્સ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ફૉરેન્સિક વૅને ડ્રગ્સનું સેવન કરનારા ૧૨ જણને પકડાવ્યા હતા. મહાલક્ષ્મી રેસકોર્સમાં લાઇવ મ્યુઝિક કૉન્સર્ટમાં ડ્રગ્સનું સેવન કરનારાઓ આ વૅનમાં રૅપિડ ડ્રગ ટેસ્ટિંગને કારણે પકડાયા હતા અને તેમણે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું ઑન ધ સ્પૉટ સાબિત થયું હતું.

રવિવારે મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા વૅનને મહાલક્ષ્મી રેસકોર્સ બહાર ઊભી કરવામાં આવી હતી. અહીં કૉન્સર્ટમાં આવેલા લોકોને વૅનમાં આવેલાં ઍડ્વાન્સ મશીનોથી સ્ક્રીન કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન ૧૨ જણે ડ્રગ્સ લીધું હોવાનું જણાયું હતું. ત્યાર પછી તે તમામ વિરુદ્ધ નાર્કોટિક્સના સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી એટલે કે કામના પહેલા જ દિવસે ન્યુ-એજ ટેક્નૉલૉજીથી સજ્જ આ વૅન કેટલી ઉપયોગી થઈ શકે છે એ સિદ્ધ થયું છે.



સ્વૉબ-ટેસ્ટથી ડ્રગ કયું છે એ પણ જાણી શકાય છે


આ વૅનમાં રહેલી સુવિધાઓ અને ઉપકરણો-મશીનોથી ઑન ધ સ્પૉટ જ ડ્રગ્સનાં સૅમ્પલ, જે-તે વ્યક્તિના સ્વૉબ (લાળનો નમૂનો) લઈને ડ્રગ કયું છે એ પણ જાણી શકાય છે તથા ક્રાઇમ-સીન પર ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી પણ કરી શકાય છે. ભવિષ્યમાં પણ ANC માટે આ વૅન એમનાં ઑપરેશન્સ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એ નક્કી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK