Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૮૩ વર્ષના અમિતાભ બચ્ચન છે દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઍક્ટર

૮૩ વર્ષના અમિતાભ બચ્ચન છે દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઍક્ટર

Published : 25 September, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિગ બીની નેટવર્થ ૧૬૩૦ કરોડ રૂપિયાથી વધીને ૪૦૦૦ કરોડ રૂપિયા થઈ હોવાનો રિપોર્ટ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


૨૦૨૬નું હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં અમિતાભ બચ્ચન દેશના બીજા નંબરના સૌથી અમીર અભિનેતા બન્યા છે. આ યાદીમાં પ્રથમ સ્થાને શાહરુખ ખાન છે. આ લિસ્ટ પ્રમાણે અમિતાભની નેટવર્થમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે અમિતાભની નેટવર્થ ૧૬૩૦ કરોડ રૂપિયા હતી જે વધીને આ વર્ષે ૪૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ એક જ વર્ષમાં અમિતાભની નેટવર્થમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે.
હુરુનના જણાવ્યા અનુસાર અમિતાભની નેટવર્થમાં તેમની ફૅમિલી-ઑફિસ દ્વારા કરવામાં આવેલા રોકાણ, રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સ ઉપરાંત ફિલ્મો અને ‘કૌન બનેગા કરોડપતિ’માંથી મળતી ફીનો મહત્ત્વનો હિસ્સો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિતાભ એક ફિલ્મ માટે અંદાજે દસથી ૧૨ કરોડ રૂપિયા ફી વસૂલે છે. તેઓ અનેક બ્રૅન્ડના બ્રૅન્ડ-ઍમ્બેસેડર પણ છે અને બ્રૅન્ડ-એન્ડૉર્સમેન્ટ માટે તે આશરે પાંચથી ૮ કરોડ રૂપિયા ફી લે છે. આ ઉપરાંત અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ’નું સંચાલન કરે છે જેની એક સીઝનમાંથી તેઓ આશરે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા કમાતા હોવાનું કહેવાય છે. 
અમિતાભ પ્રીમિયમ રિયલ એસ્ટેટમાં પણ મોટા રોકાણકારોમાં સામેલ છે. તેમણે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બન્ને ક્ષેત્રોમાં પ્રૉપર્ટી ખરીદી છે. આ રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સના મૂલ્યમાં થયેલા વધારાની પણ તેમની કુલ નેટવર્થ પર અસર પડી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK