Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિચારો અલગ હોઈ શકે, પણ મંઝિલ એક જ હોય છે

વિચારો અલગ હોઈ શકે, પણ મંઝિલ એક જ હોય છે

Published : 02 October, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને દીકરા અભિષેક બચ્ચન સાથેના સંબંધ વિશે લખ્યું, અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચન વચ્ચેનો બૉન્ડ હંમેશાં ખાસ રહ્યો છે. બન્ને ખુલ્લેઆમ એકબીજાનાં વખાણ કરે છે.

વિચારો અલગ હોઈ શકે, પણ મંઝિલ એક જ હોય છે

વિચારો અલગ હોઈ શકે, પણ મંઝિલ એક જ હોય છે


અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચન વચ્ચેનો બૉન્ડ હંમેશાં ખાસ રહ્યો છે. બન્ને ખુલ્લેઆમ એકબીજાનાં વખાણ કરે છે. અમિતાભે અનેક વખત કહ્યું છે કે તેઓ અભિષેકની ફિલ્મો અને તેની મહેનત પર ગર્વ અનુભવે છે, બીજી તરફ અભિષેક પણ પોતાના પિતાને પોતાના હીરો ગણાવે છે.
હાલમાં અમિતાભે દીકરા અભિષેક સાથેના પોતાના સંબંધ વિશે ફરી એક વખત વાત કરી છે. તેમણે પોતાના બ્લૉગના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે બદલાતી પેઢી સાથે પિતા-પુત્રના વિચારોમાં અંતર આવી શકે છે, પણ બન્નેનું લક્ષ્ય એક જ હોય છે અને એના માટે તેમની વચ્ચે પરસ્પર સમજણ પણ હોઈ શકે છે. અમિતાભે બ્લૉગમાં નવી પેઢીના વિચારોનું સન્માન કરવાની વાત પણ કરી છે.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘પિતા અને પુત્ર બન્ને સાથે રહે છે અને એક જ મંચ પર બેસે છે. તેમના વિચારો અલગ-અલગ હોઈ શકે છે, પણ મંઝિલ એક જ હોય છે. આગામી પેઢી માટે હંમેશાં સન્માન હોવું જોઈએ, પણ લક્ષ્ય હંમેશાં એક જ રહેવું જોઈએ. આ જ દરેક સંબંધનો આદર્શ હોવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK