હંમેશાની જેમ જ આ વખતે પણ અમિતાભ બચ્ચને દેશના લોકોને એક ખાસ પોસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી છે.

ફાઇલ તસવીર
ભારત દેશ આજે પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. બધાના મનમાં ગર્વ અને દેશભક્તિની ભાવના છે. એવામાં બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશવાસીઓને આ ખાસ અવસરની વધામણી આપી છે. હંમેશાની જેમ જ આ વખતે પણ અમિતાભ બચ્ચને દેશના લોકોને એક ખાસ પોસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી છે.
દેશભક્તિના રંગમાં રંગાયા બચ્ચન
ગણતંત્ર દિવસે અમિતાભ બચ્ચન સંપૂર્ણ રીતે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે. અમિતાભ બચ્ચને આજના ખાસ દિવસે પોતાની ખૂબ જ ખાસ તસવીર શૅર કરી છે, જે બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે. અમિતાભ બચ્ચને પોતાની દાઢીને તિરંગામાં રંગી છે. વ્હાઇટ શર્ટ પહેરેલા અમિતાભ બચ્ચનની ત્રિરંગી દાઢી ચાહકોને ઇમ્પ્રેસ કરી રહી છે. જણાવવાનું કે અમિતાભ બચ્ચનની આ તસવીર જૂની છે.
View this post on Instagram
અમિતાભ બચ્ચને ગણતંત્ર દિવસની 73મી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ આપતા લખ્યું - "ગણતંત્ર દિવસની અનેકાનેક શુભેચ્છાઓ." અમિતાભ બચ્ચન પોતાની દરેક પોસ્ટ દ્વારા ચાહકોના મન પર રાજ કરે છે.
અમિતાભ બચ્ચનના ઘરની બહાર ચાહકોની ભીડ
અમિતાભ બચ્ચને પોતાની બીજી પોસ્ટમાં પોતાના ઘરની બહાર જમા થયેલા ફેન્સની તસવીર પણ શૅર કરી છે. તસવીરમાં ચાહકોની ભારે ભીડ એક્ટરના ઘરની નીચે ગેટ પર જમા થયેલી જોવા મળી રહી છે, જે અભિનેતાને મળતા જોવા મળે છે. આમ જોતા જૂની તસવીર લાગે છે, કારણકે કોવિડ-19ના સમયમાં આટલી ભીડ એકઠી થવી શક્ય નથી.
View this post on Instagram
ઘરમાં જ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન
અમિતાભ છેલ્લે કૌન બનેગા કરોડપતિ 13માં જોવા મળ્યા હતા. ડિસેમ્બરમાં કેબીસીના 13મા સીઝનનો છેલ્લો એપિસોડ પૂરો થઈ ગયો હતો. છેલ્લા એપિસોડમાં અમિતાભે કવિતા સંભળાવીને દર્શકોના મન પર રાજ કર્યો. તો મુંબઈમાં કોરોનાના વધતા જોખમ વચ્ચે અમિતાભ બચ્ચન પોતાનો મોટાભાગનો સમય ફેમિલી સાથે જ પસાક કરી રહ્યા છે. પણ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ દ્વારા તે પોતાના ચાહકો સાથે પણ કનેક્ટેડ રહે છે.