શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘સૂબેદાર’નો રિવ્યુ શૅર કરીને લખ્યું છે કે તેને આ ફિલ્મ બહુ ગમી છે
અનિલ કપૂર `સૂબેદાર`માં
અનિલ કપૂરની ‘સૂબેદાર’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં અનિલ કપૂર ગુસ્સાવાળા ફૌજીના અવતારમાં જોવા મળે છે અને તેનો આ અંદાજ દર્શકોને ખૂબ ગમી રહ્યો છે. હવે શાહરુખ ખાને પણ ‘સૂબેદાર’ જોઈ છે. ફિલ્મ જોયા બાદ તેણે અનિલ કપૂરની પ્રશંસા કરી છે.
શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘સૂબેદાર’નો રિવ્યુ શૅર કરીને લખ્યું છે કે તેને આ ફિલ્મ બહુ ગમી છે. શાહરુખે પોતાના રિવ્યુમાં લખ્યું છે, ‘અનિલ કપૂર પર હંમેશાં વિશ્વાસ કરી શકાય કે તેઓ પોતાના પર્ફોર્મન્સમાં સંપૂર્ણ સમર્પણ કરશે. ફિલ્મમાં અનિલ કપૂરનો પર્ફોર્મન્સ સંયમિત પરંતુ ખૂબ અસરકારક છે અને તેમનું કામ પ્રત્યેનું સમર્પણ પ્રેરણાદાયક છે. ફિલ્મના અન્ય કલાકારો આદિત્ય રાવલ, સૌરભ શુક્લા, મોના સિંહ, ફૈસલ મલિક અને રાધિકા મદાનની ઍક્ટિંગ પણ અસરકારક છે. ડિરેક્ટર સુરેશ ત્રિવેણી અને સંપૂર્ણ ટીમને અભિનંદન.’
ADVERTISEMENT
શાહરુખના આ રિવ્યુ બાદ અનિલ કપૂરે પણ તેનો આભાર માન્યો. અનિલ કપૂરે જવાબમાં લખ્યું હતું, ‘મને ખૂબ આનંદ થયો કે શાહરુખે ‘સૂબેદાર’ જોઈ. શાહરુખના શબ્દો મારા માટે અને આખી ટીમ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ પ્રતિભાવ એવી વ્યક્તિએ આપ્યો છે જેણે વર્ષો સુધી સિનેમાના માધ્યમથી દર્શકોને પ્રેમ અને જાદુ આપ્યો છે.’
