Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે અને નોરા ફતેહી પીરસશે સ્વાદિષ્ટ ભોજન

અનિલ કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે અને નોરા ફતેહી પીરસશે સ્વાદિષ્ટ ભોજન

05 August, 2021 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિસ્કવરી+પર આવતા ‘સ્ટાર વર્સસ ફૂડ’ની બીજી સીઝનમાં તેઓ જોવા મળશે

અનિલ કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે અને નોરા ફતેહી પીરસશે સ્વાદિષ્ટ ભોજન

અનિલ કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે અને નોરા ફતેહી પીરસશે સ્વાદિષ્ટ ભોજન


ડિજિટલ પ્લૅટફૉર્મના ડિસ્કવરી+પર આવનારા પ્રોજેક્ટમાં એક નવા અંદાજમાં અનિલ કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે, બાદશાહ અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સ પણ જોવા મળવાનાં છે. તાજેતરમાં જ કુકિંગ શો ‘સ્ટાર વર્સસ ફૂડ’ની પહેલી સીઝનમાં અનેક સેલિબ્રિટીએ કુકિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. હવે એની બીજી સીઝન ‘સ્ટાર વર્સસ ફૂડ S2’માં પણ બૉલીવુડના કલાકારો આવીને સ્વાદિષ્ટ પકવાન બનાવશે. શો વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારા ઘરમાં અને પરિવારમાં સારું ભોજન બનાવનારા લોકો મને મળ્યા હોવાથી હું નસીબદાર છું. મારા માટે જમવાનું બનાવવા માટે મારે કદી પણ કિચનમાં જવાની જરૂર નથી પડી. ‘સ્ટાર વર્સસ ફૂડ S2’ દ્વારા મારે મારા પ્રિયજનો માટે ટેસ્ટી ફૂડ બનાવવાનો પડકાર પૂરો કરવાનો રહેશે. હું એટલું જરૂર કહીશ કે ઍક્ટિંગ કરતાં પણ આ ટાસ્ક વધુ અઘરો રહેશે. એમાં કોઈ શંકા નથી કે આ એક ઉત્સાહજનક અનુભવ રહેશે. આ નવી પહેલ દ્વારા હું મારી ફૅમિલીને ગર્વિત કરવા માટે થનગની રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK