Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હીરો રણબીર કપૂરનો સામનો થશે વિલન રણબીર કપૂર સાથે

હીરો રણબીર કપૂરનો સામનો થશે વિલન રણબીર કપૂર સાથે

Published : 21 February, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનિમલ કરતાં વધારે ડાર્ક અને ઇન્ટેન્સ હશે ઍનિમલ પાર્ક, રણબીરે એક ઇન્ટરવ્યુમાં પોતાના ડબલ રોલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ઍનિમલ પાર્ક’માં ડબલ રોલ ભજવવા માટે હું ખૂબ ઉત્સાહી છું.

હીરો રણબીર કપૂરનો સામનો થશે વિલન રણબીર કપૂર સાથે

હીરો રણબીર કપૂરનો સામનો થશે વિલન રણબીર કપૂર સાથે


૨૦૨૩ની રણબીર કપૂર અને બૉબી દેઓલ સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘ઍનિમલ’ના ક્રેડિટ-સીનમાં જ એની સીક્વલ ‘ઍનિમલ પાર્ક’ની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ હવે આ સીક્વલ વિશે વાત કરતાં જણાવ્યું છે કે આનું શૂટિંગ ૨૦૨૭ના મધ્યમાં શરૂ થશે અને એના બે નહીં, ત્રણ ભાગ બનશે.
‘ઍનિમલ પાર્ક’ વિશે કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ ‘ઍનિમલ’થી વધુ ડાર્ક અને હિંસક હશે. એમાં રણબીર કપૂર હીરો અને વિલન બન્નેના રોલમાં એટલે કે ડબલ રોલમાં જોવા મળશે. માનવામાં આવે છે કે આ સીક્વલ રણબીરના પાત્ર રણવિજય સિંહ અને તેના હમશકલ અઝીઝ પર આધારિત હશે. રણબીરે એક ઇન્ટરવ્યુમાં પોતાના ડબલ રોલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ઍનિમલ પાર્ક’માં ડબલ રોલ ભજવવા માટે હું ખૂબ ઉત્સાહી છું.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK