Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શક્તિ શાલિનીમાં અનીત પડ્ડા જોવા મળશે ડબલ રોલમાં

શક્તિ શાલિનીમાં અનીત પડ્ડા જોવા મળશે ડબલ રોલમાં

Published : 09 April, 2026 04:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનીત પડ્ડા ‘સૈયારા’ પછી હવે ‘શક્તિ શાલિની’માં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય સરપોતદારના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘શક્તિ શાલિની’માં અનીત ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ‘શક્તિ’ રક્ષક છે અને બીજી તરફ ‘શાલિની’ નકારાત્મક ઊર્જા છે.

અનીત પડ્ડા

અનીત પડ્ડા


અનીત પડ્ડા ‘સૈયારા’ પછી હવે ‘શક્તિ શાલિની’માં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય સરપોતદારના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘શક્તિ શાલિની’માં અનીત ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ‘શક્તિ’ રક્ષક છે અને બીજી તરફ ‘શાલિની’ નકારાત્મક ઊર્જા છે. ફિલ્મમાં ‘શક્તિ’ એક સામાન્ય યુવતી તરીકે દેખાશે, જ્યારે તેના પરિવાર પર ખરાબ આત્મા હુમલો કરે છે ત્યારે તે શક્તિશાળી બની જાય છે. આ ફિલ્મ મૂળરૂપે બંગાળી લોકકથા અને પુરાણ પર આધારિત છે અને એ સારા અને ખરાબ વચ્ચેની લડતને દર્શાવે છે.

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની વાર્તા એક બદલો લેતી સ્ત્રી-ભૂત પર આધારિત છે. તે વૃક્ષો અને પાણીના સ્રોતોમાં વસે છે. તે પુરુષોને સજા આપે છે, કારણ કે તેની સાથે દગો થયો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ ગયા મહિને મુંબઈમાં શરૂ થયું હતું. હાલ ફિલ્મની ટીમ મઢ આઇલૅન્ડમાં શૂટિંગ કરી રહી છે અને હવે લાંબા શેડ્યુલ માટે મધ્ય પ્રદેશ જશે જ્યાં દતિયા, ગ્વાલિયર, મોરેના સહિતનાં શહેરોમાં ફિલ્મનું 
શૂટિંગ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK