Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરે દિવંગત આશા ભોસલેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અનુપમ ખેરે દિવંગત આશા ભોસલેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Published : 20 April, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આશા ભોસલેના પુત્ર આનંદ અને પૌત્રી જનાઈ ભોસલે સાથેની એક તસવીર શૅર કરી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


હાલમાં અનુપમ ખેરે દિવંગત આશા ભોસલેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ દરમ્યાન તેમણે આશા ભોસલેનાં પૌત્રી જનાઈ ભોસલે સાથે પણ મુલાકાત કરી તેને સાંત્વના આપી હતી.

અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આશા ભોસલેના પુત્ર આનંદ અને પૌત્રી જનાઈ ભોસલે સાથેની એક તસવીર શૅર કરી હતી જેમાં બધા આશા ભોસલેની એક તસવીર સાથે ઊભેલાં જોવા મળે છે. આ તસવીર શૅર કરતાં અનુપમ ખેરે લખ્યું હતું, ‘સુકૂન આપતી અવાજ. આજે મહાન ગાયિકા આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે ગયો હતો. ઘરમાં નીરવ શાંતિ હતી. એવી શાંતિ જે ઘણું બધું કહી જાય છે. એ શાંતિમાં ક્યાંક મને લાગતું હતું કે તેમની ગુંજતી ધૂન સાંભળાઈ રહી છે. તેમનો અવાજ દરેક ખૂણામાં, દરેક યાદમાં ગુંજતો હતો. તેમના પુત્ર આનંદ, વહુ અનુજા અને તેમની પૌત્રી તથા સૌથી સારી મિત્ર જનાઈ ભોસલે સાથે મુલાકાત થઈ. ખૂબ સ્નેહી, વિનમ્ર.. પોતાના વારસાને શાંતિપૂર્ણ શક્તિ સાથે આગળ વધારી રહ્યાં છે.’



આ પોસ્ટમાં અનુપમ ખેરે આગળ લખ્યું હતું, ‘ક્યારેક આવી મુલાકાતો ફક્ત શૉક જ નહીં આપે, પરંતુ તમને શાંતિ પણ આપે છે... ભલે થોડા સમય માટે જ કેમ ન હોય. હું શાંતિથી ત્યાંથી નીકળી ગયો, પરંતુ તેમનાં ગીતો મારા હૃદયમાં ધીમે-ધીમે ગુંજતાં રહ્યાં. આશા ભોસલે અમર રહે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK