Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પપ્પાની અંતિમવિધિ દરમ્યાન દીકરાઓએ જમીનમાં દોઢ કરોડની મર્સિડીઝ કારને પણ દફન કરી દીધી

પપ્પાની અંતિમવિધિ દરમ્યાન દીકરાઓએ જમીનમાં દોઢ કરોડની મર્સિડીઝ કારને પણ દફન કરી દીધી

Published : 20 April, 2026 11:51 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે દીકરાઓએ કબરમાં દાટેલી કારને પાછી કાઢવાની છે અને એ જગ્યાને સાફ કરીને સરકારને ભારે દંડ પણ ચૂકવવાનો છે.

દીકરાઓએ કબરમાં દાટેલી કાર

અજબ ગજબ

દીકરાઓએ કબરમાં દાટેલી કાર


ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં ૭૦ વર્ષના બુઝુર્ગના મૃત્યુ પછી તેમના દીકરાઓએ કરેલી અંતિમવિધિ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. દીકરાઓએ પિતાની અંતિમવિધિમાં કોઈ ઊણપ ન રહી જાય એ માટે તેમની પસંદગીની તમામ ચીજો પિતાને જન્નતમાં મોકલવાનું નક્કી કર્યું હતું. પિતાની પ્રિય મર્સિડીઝ બેન્ઝ કાર જેની માર્કેટવૅલ્યુ લગભગ ૧.૫૯ કરોડ રૂપિયા છે એ પણ તેમણે કબરમાં દફન કરી હતી. આ કાર પર ૮૮૮૮ નંબરપ્લેટ લાગી હતી. નવીનક્કોર કારને લાલ રિબનમાં બાંધીને જાણે હમણાં જ શોરૂમમાંથી લાવવામાં આવી હોય એમ સજાવીને પિતાની કબર સાથે દફનાવવામાં આવી હતી. આ કામમાં મદદ કરવા આવેલા ગામના લોકોને પણ દીકરાઓએ મોટી રકમ આપીને આભાર વ્યક્ત કરતું કવર આપ્યું હતું. જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે તો બધા બહુ ખુશ હતા, પરંતુ દીકરાઓને પિતા પ્રત્યે આવી રીતે પ્રેમ વ્યક્ત કરવાનું ભારે પડ્યું છે. સોશ્યલ મીડિયામાં તેમની આ હરકત વાઇરલ થતાં સરકારે તેમની સામે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા બદલ કડક ઍક્શન લીધી છે. સરકારે કહ્યું હતું કે ‘રિવાજોના નામે શાહી સ્ટાઇલમાં અંધવિશ્વાસને પ્રમોટ કરતી પ્રવૃત્તિઓ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. આવું હરગિજ ચલાવી નહીં લેવાય.’
હવે દીકરાઓએ કબરમાં દાટેલી કારને પાછી કાઢવાની છે અને એ જગ્યાને સાફ કરીને સરકારને ભારે દંડ પણ ચૂકવવાનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:51 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK