તાજેતરમાં આમિર ખાને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ ગામમાં જઈને અરિજિત સિંહની મુલાકાત લીધી હતી
અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે
થોડા સમય પહેલાં અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને એ પછી તેના ફૅન્સ અપસેટ થઈ ગયા હતા. જોકે તાજેતરમાં આમિર ખાને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ ગામમાં જઈને અરિજિત સિંહની મુલાકાત લીધી હતી. આમિરે આ મુલાકાત માટે મુંબઈથી મુર્શિદાબાદ સુધી અંદાજે ૨૧૦૦ કિલોમીટરનો જેટલો લાંબો રોડ-પ્રવાસ કર્યો હતો એને કારણે એની પાછળ કોઈ મોટું કારણ હોવાની ચર્ચા ચાલી હતી.
જોકે હવે અરિજિતના નજીકના એક મિત્રએ આપેલી માહિતી પ્રમાણે આમિર એક નવી ફિલ્મની યોજના બનાવી રહ્યો છે જેમાં અરિજિત સિંહ મ્યુઝિક-ડિરેક્ટર તરીકે કામ કરશે. બન્ને મળીને ફિલ્મનું સંગીત તૈયાર કરી રહ્યા છે અને હાલમાં ગીતોનું રેકૉર્ડિંગ પણ ચાલી રહ્યું છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.


