અર્જુને સોશ્યલ મીડિયા પર ટૂરની માહિતી શૅર કરી છે
અર્જુન રામપાલ
અર્જુન રામપાલે હાલમાં નૉર્થ અમેરિકા ખાતે પોતાની ધમાકેદાર DJ ટૂરની જાહેરાત કરી છે. મોટા સ્ટેજ, જબરદસ્ત એનર્જી અને યાદગાર નાઇટ્સ સાથે અર્જુન રામપાલ પોતાની ટૂરની શરૂઆત ૨૮ મેએ ઍટલાન્ટાથી કરશે. ત્યાર બાદ ૨૯ મેએ સૅન ફ્રાન્સિસ્કો, ૩૦ મેએ હ્યુસ્ટન, ૩૧ મેએ ડૅલસ, ૪ જૂને શિકાગો, ૫ જૂને વૉશિંગ્ટન ડીસી, ૬ જૂને ન્યુ યૉર્ક, ૭ જૂને ટૉરોન્ટો, ૧૧ જૂને વૅનકુવર અને ૧૩ જૂને લૉસ ઍન્જલસમાં પર્ફોર્મ કરશે.
અર્જુને સોશ્યલ મીડિયા પર ટૂરની માહિતી શૅર કરતાં લખ્યું, ‘નૉર્થ અમેરિકા, હવે તમારો વારો છે. યુએસએ અને કેનેડામાં રૅમ્પેજ ટૂર આવતા અઠવાડિયે શરૂ થવા જઈ રહી છે અને અમે તમારા માટે યાદગાર અનુભવ લઈને સંપૂર્ણ તૈયાર છીએ. જબરદસ્ત મ્યુઝિક, નૉનસ્ટૉપ વાઇબ્સ અને એવી ક્ષણો માટે તૈયાર થઈ જાઓ જે લાઇટ્સ બંધ થયા પછી પણ લાંબા સમય સુધી યાદ રહેશે.’
