પ્રીમિયરમાં સ્ટાર્સની ભીડ વચ્ચે અર્શદની ૧૮ વર્ષની દીકરી ઝેન જોએ બધાનું ધ્યાન ખેચ્યું હતું
પ્રીમિયરમાં ઝેન સાથે અર્શદે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા
૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થનારી અક્ષય કુમાર અને અર્શદ વારસીની ફિલ્મ ‘જૉલી એલએલબી 3’નું હાલમાં પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. પ્રીમિયરમાં સ્ટાર્સની ભીડ વચ્ચે અર્શદની ૧૮ વર્ષની દીકરી ઝેન જોએ બધાનું ધ્યાન ખેચ્યું હતું. આ પ્રીમિયરમાં ઝેન સાથે અર્શદે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ સમયે ઝેન પણ પૂરા આત્મવિશ્વાસથી પપ્પા સાથે કૅમેરા માટે સ્માઇલ આપતી જોવા મળી. અર્શદે ભૂતપૂર્વ એમટીવી વીજે અને હોસ્ટ રહી ચૂકેલી મારિયા ગોરેટી સાથે ૧૯૯૯ના ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં અને તેમને દીકરો ઝેક અને દીકરી ઝેન જો નામનાં બે સંતાનો છે.

