Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પતિ કુકુ કોહલીના નિધન બાદ અરુણા ઈરાનીએ ફૅન્સનો માન્યો આભાર

પતિ કુકુ કોહલીના નિધન બાદ અરુણા ઈરાનીએ ફૅન્સનો માન્યો આભાર

Published : 20 October, 2026 01:42 PM | Modified : 20 October, 2026 02:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરુણા ઈરાની હાલ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. પચીસ ઑગસ્ટે તેમના પતિ અને ફિલ્મમેકર કુકુ કોહલીનું નિધન થયું હતું. પતિને ગુમાવ્યા બાદ અરુણાએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો પહેલો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેઓ ભાવુક જોવા મળ્યાં હતાં.

અરુણા ઈરાની, કુકુ કોહલી

અરુણા ઈરાની, કુકુ કોહલી


અરુણા ઈરાની હાલ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. પચીસ ઑગસ્ટે તેમના પતિ અને ફિલ્મમેકર કુકુ કોહલીનું નિધન થયું હતું. પતિને ગુમાવ્યા બાદ અરુણાએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો પહેલો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેઓ ભાવુક જોવા મળ્યાં હતાં અને ચાહકોનો આભાર માન્યો હતો. તેમના આ સંદેશમાં પતિને ગુમાવવાનું દુઃખ અને ચાહકો પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા બન્ને સ્પષ્ટપણે જોવા મળ્યાં હતાં. અરુણા ઈરાનીએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં ચાહકો તરફથી મળેલા પ્રેમ અને સહકારને કારણે તેમને ફરી કામ પર પાછા ફરવાની હિંમત મળી છે.

પોતાના વિડિયોમાં અરુણા ઈરાનીએ કહ્યું હતું કે ‘કુકુજીના ગયા પછી તમે સૌએ મને જે પ્રેમ આપ્યો અને મારો સાથ આપ્યો એના માટે હું હૃદયપૂર્વક આભારી છું. મને વિશ્વાસ નહોતો થતો કે મારા મુશ્કેલ સમયમાં તમે બધા મારી સાથે રહેશો. ચાહકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે જ આજે હું ફરી લોકો સામે આવી શકી છું અને મારું કામ શરૂ કરી શકી છું. મને આશા છે કે મારા ચાહકો જીવનની અંતિમ ક્ષણ સુધી આ જ રીતે મારો સાથ આપતા રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK