Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગરબો તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે... આશા ભોસલેએ ગાયો છે

ગરબો તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે... આશા ભોસલેએ ગાયો છે

Published : 13 April, 2026 12:24 PM | Modified : 13 April, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે ગરબા પર નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ઘૂમે છે એ ગરબો તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે... આશા ભોસલેએ ગાયો છે : આશા ભોસલેએ અગણિત ગુજરાતી ભજન, ગીતો અને ગરબા ગાઈને ગુજરાતી સંસ્કૃતિને એક મુકામ પર લઈ જવાની સાથે કરાવી છે મોજ

આશા ભોસલેની ફાઇલ તસવીર

આશા અમર છે

આશા ભોસલેની ફાઇલ તસવીર


દુનિયાભરમાં જ્યાં પણ નવરાત્રિના ગરબા યોજાય છે ત્યાં ‘તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે’ ગરબો અવશ્ય વાગે જ અને ખેલૈયાઓ એના પર ઝૂમી ઊઠે છે. આ ગરબો ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં આશા ભોસલેએ ગાયો હતો. માત્ર આ ગરબાની જ વાત નથી, પરંતુ આશા ભોસલેએ ગુજરાતીમાં ભજન, ગીતો અને ગરબા ગાઈને સૌકોઈને મોજ કરાવી છે.

આશા ભોસલેએ ‘દૂધે તે ભરી તલાવડી’ સહિતના ગરબા ઉપરાંત ‘છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા’ જેવાં ગીતો પણ બખૂબી ગાયાં છે. આ ઉપરાંત ‘માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ અને ‘રામ તમે સીતાજીની તોલે ના આવો’ જેવાં ભજન ગાઈને આશા ભોસલેએ સંગીતના રસિયાઓમાં તેમની અમિટ છાપ છોડી છે. આ બન્ને ભજનો આજે પણ એટલાં જ સંભળાય છે અને આવનારા સમયમાં પણ એ સંભળાતાં જ રહેશે. આશા ભોસલે અગણિત ગુજરાતી ભજન, ગીતો અને ગરબા ગાઈને ગુજરાતી સંસ્કૃતિને એક મુકામ પર લઈ ગયાં છે.



આ પણ ગાયાં છે આશાતાઈએ


છાનું રે છપનું કૈં થાય નહીં
મારી ગાગરડીની કોર
તારા ફળિયામાં પગ નહીં મેલું
મારે રે તે સૂપડે
મા પાવા તે ગઢથી
શેરી વળાવીને સજ્જ કરું
ગજે શેરી ને પોલ
મિતવા પૂછે મારું મન
નજરુનાં બાણ મને વાગી જાય છે 
ખમ્મા મારા નંદજીના લાલ
એક પાટણ શેરની નાર પદમણી 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK