Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્કમ ટૅક્સની રેઇડ પછી પ્રોડ્યુસર વાશુ ભગનાનીની તબિયત લથડી લંડનમાં હૉસ્પિટલાઇઝ્ડ

ઇન્કમ ટૅક્સની રેઇડ પછી પ્રોડ્યુસર વાશુ ભગનાનીની તબિયત લથડી લંડનમાં હૉસ્પિટલાઇઝ્ડ

Published : 01 October, 2026 08:48 AM | Modified : 01 October, 2026 09:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાશુ ભગનાની હાલમાં લંડનની એક હૉસ્પિટલમાં દાખલ છે

વાશુ ભગનાની

વાશુ ભગનાની


બૉલીવુડના જાણીતા પ્રોડ્યુસર વાશુ ભગનાનીની તબિયત લથડી છે. તેઓ હાલમાં લંડનમાં છે અને તેમને ત્યાંની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૮ સપ્ટેમ્બરે મુંબઈના ઇન્કમ ટૅક્સ ‌ડિપાર્ટમેન્ટે વાશુ ભગનાની અને તેમની પુત્રવધૂ રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલાં ૧૨ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા.

તપાસ-અધિકારીઓનું માનવું છે કે ફિલ્મ-પ્રોજેક્ટ્સને ફાઇનૅન્સ કરવાના નામે કથિત રીતે વિદેશમાં નાણાં મોકલવામાં આવી રહ્યાં હતાં, પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગનું આ સર્ચ-ઑપરેશન કરચોરી અને મની-લૉન્ડરિંગના મામલે કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે વાશુ ભગવાનીની તબિયત કથળી હોવાના રિપોર્ટ છે.



વાશુ ભગનાની હાલમાં લંડનની એક હૉસ્પિટલમાં દાખલ છે, પણ તેમની તબિયત અંગે અત્યારે વધારે માહિતી સામે આવી નથી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું કારણ શું છે એ પણ સ્પષ્ટ થયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK